Breaking News Salman Khan Death Threat : ‘રોકી ભાઈ’એ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી, કહ્યું- 30મીએ મારી નાખીશ

|

Apr 11, 2023 | 1:44 PM

સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી સતત ધમકીઓ મળી રહી છે. હવે 'રોકી ભાઈ' નામના વ્યક્તિએ સલમાનને મારી નાખવાની ધમકી આપી છે. મુંબઈ પોલીસને ધમકીભર્યો ફોન આવ્યો છે.

Breaking News Salman Khan Death Threat : રોકી ભાઈએ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી, કહ્યું- 30મીએ મારી નાખીશ

Follow us on

Salman Khan Gets Death Threat : ફિલ્મ અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સોમવારે રાત્રે એક વ્યક્તિએ મુંબઈ પોલીસ કંટ્રોલને ફોન કરીને સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી આપનારા વ્યક્તિએ પોતાનું નામ રોકી ભાઈ જણાવ્યું છે.

આ પણ વાંચો : Breaking news : Maharashtra : CM એકનાથ શિંદેને મળી જાનથી મારી નાખવાની ધમકી

1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ
Tulsi Rituals in Sutak : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણો નિયમ
Birth Dates Secrets : આ તારીખે જન્મેલી છોકરી પર ધન, વૈભવ અને સમૃદ્ધિની થશે વર્ષા ! જાણો કારણ
શોએબ મલિકની ત્રીજી પત્ની છે 'હુસ્ન પરી' જુઓ તેની ખૂબસૂરત તસવીરો
ભારતમાં આવ્યુ છે એક એવુ ગામ જ્યાં બોલાય છે માત્ર સંસ્કૃત ભાષા

ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. ફોન કરનારા રોકી ભાઈએ પોલીસ કંટ્રોલને જણાવ્યું હતું કે, તે જોધપુરનો રહેવાસી છે અને ગૌ રક્ષક છે. આ ધમકીભર્યો ફોન સોમવારે રાત્રે 9 વાગ્યે આવ્યો હતો.

આરોપીની ઓળખ

મુંબઈ પોલીસે TV9 ભારતવર્ષને જણાવ્યું છે કે, આરોપી છોકરાની ઓળખ થઈ ગઈ છે. ધમકી આપનારો વ્યક્તિ રાજસ્થાનનો રહેવાસી છે અને શંકા છે કે તે સગીર છે. જે નામ અને સરનામે નંબર લેવામાં આવ્યો હતો તેના આધારે પોલીસે આરોપી સગીર હોવાનું અનુમાન લગાવી રહી છે. આરોપીને કસ્ટડીમાં લેવાની કાર્યવાહી ચાલુ છે. ત્યારપછી તેની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ એફઆઈઆર નોંધાવી શકાશે.

મળતી માહિતી મુજબ, અપડેટ આવી રહ્યું છે કે, પોલીસ અધિકારીએ જણાવ્યું કે ધમકીભર્યો ફોન કરનારી વ્યક્તિ સગીર છે. કોલ કરવા પાછળ શું કારણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. સગીરની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ગત મહિને પણ ધમકીઓ મળી હતી

સલમાન ખાનને ગયા મહિને બે વખત ધમકી મળી હતી. તેને 18 અને 23 માર્ચે મેઈલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ પણ ગયા મહિને એક ઈન્ટરવ્યુ દરમિયાન સલમાન ખાનને કાળા હરણ વિવાદ કેસમાં માફી માંગવા કહ્યું હતું. તેણે કહ્યું હતું કે, જો સલમાન ખાન માફી નહીં માંગે તો તે પોતાનો અહંકાર તોડી નાખશે.

ધમકીના કેસમાં વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી

ગયા મહિને સલમાનને ધમકી આપવાના સંદર્ભમાં મુંબઈ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને, ધાકડ રામ સિહાગ નામના વ્યક્તિને પકડ્યો હતો. પોલીસે તેની રાજસ્થાનમાંથી ધરપકડ કરી હતી. આ સિવાય મુંબઈ પોલીસે તાજેતરમાં દાવો કર્યો હતો કે, 18 માર્ચે સલમાનને મળેલી ધમકી પાછળ યુકેમાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બરારનો હાથ હતો. તેની સામે કાર્યવાહી કરવા માટે મુંબઈ પોલીસે ઈન્ટરપોલની મદદ પણ લીધી અને યુકે સરકારને વિનંતીનો પત્ર મોકલ્યો છે.

સલમાન ખાન કડક સુરક્ષા હેઠળ

આ દિવસોમાં સલમાન ખાન તેની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેણે ગયા દિવસે મુંબઈમાં તેની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું ટ્રેલર રિલીઝ કર્યું હતું. જો કે, છેલ્લા કેટલાક સમયથી સલમાન દરેક જગ્યાએ કડક સુરક્ષા હેઠળ જાય છે. આ પહેલા તે ફિલ્મફેરની પ્રેસ કોન્ફરન્સમાં પણ કડક સુરક્ષામાં જોવા મળ્યો હતો.

Published On - 10:27 am, Tue, 11 April 23

Next Article