Breaking news : શરદ પવારને પદ પરથી હટાવી, અજિત પવાર બન્યા NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ, જુઓ Video

|

Jul 05, 2023 | 11:28 PM

અજિત પવાર અને શરદ પવાર વચ્ચેની રાજકીય લડાઈ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. અજિત પવારે કાકા શરદ પવારને NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી હટાવ્યા છે.અજિત પવાર પોતે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે.

Breaking news : શરદ પવારને પદ પરથી હટાવી, અજિત પવાર બન્યા NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ, જુઓ Video
Ajit Pawar, Sharad Pawar

Follow us on

મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ વચ્ચે અજિત પવારના જૂથે મોટો દાવો કર્યો છે. અજિત પવારના જૂથ અનુસાર, શરદ પવારને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. અજિત પવાર પોતે હવે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે બિરાજમાન છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે 30 જૂને રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દિવસભરની સંખ્યાની રમત અને તાકાતના પ્રદર્શન પછી, અજિત પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નું બળવા લાવ્યું છે. આ બદલાવ બાદ શરદ પવારને મોટો ઝટકો લાગ્યો છે. એવી આશંકા છે કે અજિત પવારના આ પગલા બાદ શરદ તરફી ધારાસભ્યો અને સાંસદો પણ પોતાનો પક્ષ બદલી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર NCPની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક 30 જૂને મુંબઈમાં યોજાઈ હતી. પ્રફુલ્લ પટેલ વતી આ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં શરદ પવારના સ્થાને અજિત પવારને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે પાર્ટી લોકોના કલ્યાણના ઉદ્દેશ્યથી દૂર જઈ રહી છે. આ પછી ચૂંટણી પંચને અરજી મોકલવામાં આવી હતી.

’83 વર્ષના થયા છો, ક્યારે રોકાશો?’

અગાઉ મંગળવારે બંને જૂથોની અલગ-અલગ બેઠક થઈ હતી, જેમાં ઉગ્ર આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયા હતા. NCPના 31 ધારાસભ્યો અજિત પવારની બેઠકમાં પહોંચ્યા અને દાવો કર્યો કે તેમને 42 ધારાસભ્યોનું સમર્થન છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

પોતાના સંબોધનમાં અજિત પવારે કાકા શરદ પવાર પર નિશાન સાધતા કહ્યું કે પવાર સાહેબ તમે 83 વર્ષના છો. તમે ક્યારેય રોકશો કે નહીં? અમે સરકાર ચલાવી શકીએ છીએ, અમારી પાસે સત્તા છે, તો પછી અમને તક કેમ નથી મળતી. કોઈ પણ ઘરમાં 60 વર્ષ પછી નિવૃત્ત થઈને આશીર્વાદનું કામ કરો, તો પછી તમે એ જ કેમ નથી કરતા?

અજીત પવારના આ નિવેદન બાદ શરદ પવારની પૂત્રી સુપ્રિયા સુળેએ પણ અજીત પવાર પર વળતો વાકપ્રહાર કર્યો છે. તેણે કહ્યું છે કે,માતા પિતાના નામે વિવાદ ના કરશો. અમારા માટે ગમે તેમ બોલશો કે ટીકા કરશો તો ચાલશે. જુઓ Video

પવારે કહ્યું- વાતચીત દ્વારા ઉકેલ શોધો

તે જ સમયે, શરદ પવારે કાર્યકર્તાઓને સંવાદમાં કહ્યું કે ‘જો તમે કોઈ વાત સાથે સહમત ન હોવ તો વાતચીત કરીને ઉકેલ શોધવો જોઈએ. કાર્યકરોના કારણે એનસીપી અહીં પહોંચી હતી. આજની બેઠક ઐતિહાસિક છે. આજે દેશ આપણને જોઈ રહ્યો છે. અમારી પાર્ટીએ નવા નેતાઓ આપ્યા છે. જો તમે સહમત ન હોવ તો વાત કરીને ઉકેલ શોધો. ભૂલ સુધારવાનું કામ આપણું છે. હું પ્રજાની વચ્ચે છું, સત્તામાં નથી. જો પ્રક્રિયા લોકતાંત્રિક રીતે ચલાવવી હોય તો સંવાદ જરૂરી છે.

પવારે કહ્યું- વાતચીત દ્વારા ઉકેલ શોધો

તે જ સમયે, શરદ પવારે કાર્યકર્તાઓને સંવાદમાં કહ્યું કે ‘જો તમે કોઈ વાત સાથે સહમત ન હોવ તો વાતચીત કરીને ઉકેલ શોધવો જોઈએ. કાર્યકરોના કારણે એનસીપી અહીં પહોંચી હતી. આજની બેઠક ઐતિહાસિક છે. આજે દેશ આપણને જોઈ રહ્યો છે. અમારી પાર્ટીએ નવા નેતાઓ આપ્યા છે. જો તમે સહમત ન હોવ તો વાત કરીને ઉકેલ શોધો. ભૂલ સુધારવાનું કામ આપણું છે. હું પ્રજાની વચ્ચે છું, સત્તામાં નથી. જો પ્રક્રિયા લોકતાંત્રિક રીતે ચલાવવી હોય તો સંવાદ જરૂરી છે.

Published On - 5:41 pm, Wed, 5 July 23

Next Article