
Jalgaon Violence: મહારાષ્ટ્રના જલગાંવના અમલનેરા (Jalgaon Violence)માં ગઈકાલે રાત્રે બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. મારામારી અને પથ્થરમારાની ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી, પરંતુ સ્થિતી વધુ ઉગ્ર બની હતી. ટોળાએ પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો.આ પછી પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. આ વિસ્તારમાં કલમ 144 લાગુ છે. પોલીસની અનેક ટીમો શહેરના માર્ગો પર પેટ્રોલિંગ કરી રહી છે. ADG સૂત્રોના જણાવ્યા અનુસાર હિંસામાં 4 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે.
કહેવામાં આવી રહ્યું છે કે હિંસા નજીવી તકરારમાં શરૂ થઈ હતી. અમલનેરામાં એક સમુદાયના કેટલાક બાળકો દિવાલ પર પેશાબ કરી રહ્યા હતા, જેનો બીજી બાજુના લોકોએ વિરોધ કર્યો હતો. શરૂઆતમાં નાની મોટી બોલાચાલી થઈ હતી, પરંતુ આ જોઈને બંને પક્ષના લોકો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી.આ મારામારીની ઘટના શુક્રવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી મુજબ, પોલીસે અમલનેરા શહેરમાંથી 34 લોકોની અટકાયત કરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર શહેરમાં આગામી બે દિવસ માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. હવે શહેરમાં કોઈ અપ્રિય ઘટનાના સમાચાર નથી.
મળતી માહિતી મુજબ, શહેરના જિંજર ગલી અને સરાફ બજારમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ ભ્રામક સમાચાર પર ધ્યાન ન આપે. જો કોઈ વ્યક્તિ અફવા ફેલાવવાનો પ્રયાસ કરે તો તરત જ પોલીસને જાણ કરો. આવા લોકો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.
પોલીસે કહ્યું છે કે જો કોઈ શહેરની સુરક્ષામાં અડચણ ઉભી કરવાનો પ્રયાસ કરશે તો તેને બક્ષવામાં આવશે નહીં. પોલીસ હિંસામાં સામેલ બદમાશોની ઓળખ કરવામાં વ્યસ્ત છે. પોલીસ અધિકારીએ કહ્યું છે કે બંને પક્ષો સાથે વાત કરવામાં આવી છે અને તેમને સમજાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે હિંસામાં સામેલ લોકોએ મંદિર અને દુકાનોમાં તોડફોડ કરી હતી. મંદિરમાં તોડફોડની ઘટનાને લઈને સામા પક્ષે વધુ રોષે ભરાયા હતા અને તેઓએ પથ્થરમારો કર્યો હતો.
Published On - 11:53 am, Sat, 10 June 23