Mumbai: ખરાબ નીતિ વગર ગાલને કરેલો સ્પર્શ સેક્સ્યુઅલ એસોલ્ટ ન ગણી શકાય: બોમ્બે હાઈકોર્ટ

જસ્ટિસ કે. શિંદેએ કહ્યું, "હું માનું છું કે પોક્સો એક્ટની કલમ 7 હેઠળ, કોઈ પણ જાતીય ઈચ્છા અથવા ઈરાદા વગર ગાલ પર હાથ લગાવવો એ જાતીય સતામણી નથી."

Mumbai: ખરાબ નીતિ વગર ગાલને કરેલો સ્પર્શ સેક્સ્યુઅલ એસોલ્ટ ન ગણી શકાય: બોમ્બે હાઈકોર્ટ
બોમ્બે હાઈકોર્ટ
| Edited By: | Updated on: Aug 29, 2021 | 6:34 PM

Mumbai: બાળકીના ગાલને સ્પર્શ કરવા બદલ ધરપકડ કરવામાં આવેલા આરોપીને બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું કે પોક્સો એક્ટ (Protection of Children from Sexual Offences- POCSO)  હેઠળ સગીર છોકરીના ગાલને જાતીય ઈચ્છા કે ઈરાદા વગર સ્પર્શ કરવો એ  જાતીય સતામણી નથી. સંબંધિત વ્યક્તિ જુલાઈ 2020 થી કસ્ટડીમાં હતો. જસ્ટિસ કે. શિંદેની ડિવિઝન બેન્ચ સમક્ષ કેસની સુનાવણી પૂર્ણ થઈ હતી.

જસ્ટિસ કે. શિંદેએ કહ્યું, “હું માનું છું કે પોક્સો એક્ટની કલમ 7 હેઠળ, કોઈ પણ જાતીય ઈચ્છા અથવા ઈરાદા વિના ગાલ પર હાથ લગાવવો એ જાતીય સતામણી નથી.” 46 વર્ષીય આરોપીની ચિકનની દુકાન છે. તેના પર 8 વર્ષની બાળકીના ગાલને સ્પર્શ કરવાનો આરોપ છે. બાળકીની માતાએ તેની વિરુદ્ધ થાણે જિલ્લાના રાબોડી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. આ અંગે જસ્ટિસ શિંદેએ કહ્યું હતું કે, “અત્યાર સુધીની તપાસ એ સૂચવતી નથી કે આરોપીએ જાતીય ઈચ્છાથી છોકરીના ગાલને સ્પર્શ કર્યો હતો.”

સેક્સની નીયત કે ઈરાદાને જોવો જરૂરી છે, માત્ર ગાલને સ્પર્શ કરવો જાતીય સતામણી નથી

પોક્સો એક્ટની કલમ 7 મુજબ, સેક્સના ઈરાદાથી બાળકના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરવો, અથવા તેનાથી પોતાના  પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરાવવો, સેક્સ્યુઅલ એસોલ્ટ ગણાય છે.  તેનાથી કોઈ ફરક પડતો નથી તેની સાથે શારીરિક સંપર્ક થયો છે કે નહી. કોર્ટમાં આરોપીના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, વ્યવસાય સાથે સંબંધિત વિવાદના કારણે આરોપીને ફસાવવામાં આવી રહ્યો છે. જસ્ટિસ શિંદેએ તમામ દલીલો અને પુરાવા ધ્યાનમાં લીધા બાદ આરોપીને જામીન આપ્યા હતા. પરંતુ સ્પષ્ટ કર્યું કે તેમની ટિપ્પણી માત્ર જામીન આપવા સુધી મર્યાદિત હતી. તેની ટ્રાયલ અથવા અન્ય કાર્યવાહી પર અસર પડશે નહીં.

બાળકીની માતાનો શુ આરોપ છે?

બાળકીની માતાએ આરોપ લગાવ્યો હતો કે ચિકનની દુકાનની માલિકી ધરાવતા આ આરોપીએ ઈશારો કરીને બાળકીને દુકાનની અંદર બોલાવી હતી.  જ્યારે બાળકી દુકાનની અંદર ગઈ તો તેણે શટર બંધ કરી દીધું હતું. બાળકીની માતા ઉપરથી આ બધું જોઈ રહી હતી. તે ઝડપથી નીચે  આવી અને શટર ઉપાડ્યું અને જોયું કે આરોપી તેનો શર્ટ ઉતારી રહ્યો હતો. બાદમાં બાળકીએ પોલીસને જણાવ્યું કે આ દરમિયાન તે વ્યક્તિએ તેના ગાલ પર કિસ કરી હતી.

આ પણ વાંચો : Maharashtra: બાર ખુલી શકે છે તો મંદિર કેમ નહિ? અન્ના હજારેએ આપી મહારાષ્ટ્ર સરકારને ચેતવણી, મંદિર ખોલો અથવા આંદોલનનો સામનો કરવા તૈયાર રહો

આ પણ વાંચો : Maharashtra : ભાજપે અનિલ દેશમુખ વિરુધ્ધ વસૂલી કેસ અંગે ઉઠાવ્યા સવાલ, કહ્યુ “CBIને કોઈ પુરાવા નથી મળ્યા, તો FIR કેમ નોંધવામાં આવી”