મહારાષ્ટ્રમાં કોરોના મહામારી વચ્ચે બીએમસીનો મોટો નિર્ણય, મુંબઈમાં બે ઑક્સીજન રીફિલિંગ પ્લાન્ટ સ્થાપશે

|

May 03, 2021 | 10:03 PM

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે, બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ Mumbai માં તેના બે ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. છેલ્લા બે દિવસમાં મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં કોરોના વાયરસના દર્દીઓ નોંધાયા છે. જેના કારણે આરોગ્યની માળખાકીય સુવિધાઓ પર ભારે બોજ પડ્યો છે.

મહારાષ્ટ્રમાં કોરોના મહામારી વચ્ચે બીએમસીનો મોટો નિર્ણય, મુંબઈમાં બે ઑક્સીજન રીફિલિંગ પ્લાન્ટ સ્થાપશે
File Image

Follow us on

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે, બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ Mumbai માં તેના બે ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. છેલ્લા બે દિવસમાં મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં કોરોના વાયરસના દર્દીઓ નોંધાયા છે. જેના કારણે આરોગ્યની માળખાકીય સુવિધાઓ પર ભારે બોજ પડ્યો છે. કોરોના વાયરસની બીજી લહેર દેશ માટે મોટું સંકટ લાવ્યું છે. જેના કારણે ઘણા રાજ્યોમાં કોરોના ચેપના કેસો ઝડપથી વધી રહ્યા છે. સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. અહીં રાજ્ય સરકારના પ્રયાસો છતાં કોરોના કેસ ઘટવાનું થવાનું નામ નથી લઈ રહ્યા. જેના કારણે હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત વર્તાઇ રહી છે.

એક અહેવાલ મુજબ, Mumbai ને ઓક્સિજનની વિશાળ તંગીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના સિલિન્ડર રિફિલિંગ પ્લાન્ટ્સમાંથી સપ્લાય કરવામાં આવી રહ્યા છે. ઓક્સિજન, આઈસીયુ બેડ અને વેન્ટિલેટર જેવી અન્ય આરોગ્ય સેવાઓ પણ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓની વધતી જતી સંખ્યાને કારણે અસર પામી છે. અહેવાલમાં જણાવાયું છે કે નવી મુંબઈ અને સ્ટેશન પર 50 ટકા ઓક્સિજન મોકલવામાં આવ્યો હતો. બંને રિફિલિંગ સેન્ટર નવી મુંબઈમાં આવેલા હોવાથી, મ્યુનિસિપલ કોર્પોરેશન ત્યાં સતત સિલિન્ડરો મોકલે છે.

આ અંગે માહિતી આપતાં એડિશનલ મ્યુનિસિપલ કમિશનર પી.વેલ્સુએ જણાવ્યું હતું કે, અમે મુંબઈમાં વધી રહેલા કોરોના દર્દીઓની સંખ્યાને જોતા, મહાલક્ષ્મી રેસકોર્સ અને મુલુંડના રિચાર્ડસન અને ક્રુડસ જંબો સેન્ટર ખાતે બે ઓક્સિજન બોટલિંગ પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યા છીએ. થોડા દિવસોમાં જમ્બો અને ડ્યુરા સિલિન્ડરને નવી મુંબઈના બોટલિંગ પ્લાન્ટમાં મોકલવામાં આવશે નહીં.

Astrology : વર્ષના પહેલા સૂર્યગ્રહણ અને શનિના ગોચરનું અશુભ સંયોજન, આનાથી કોને અસર થશે?
12મા ધોરણ પછી JEE બેસ્ટ છે કે NEET ? જાણો કયા બનાવવું કરિયર
Vastu Tips : તુલસીનો છોડ ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવાથી શું થાય છે?
Vastu tips : ઘરમાં સુગરીનો માળો રાખવાના ચમત્કારિક ફાયદા જાણી લો
ક્યાં જતી રહી કૃણાલ પંડ્યાની પત્ની ?
40 રુપિયાના આ જુગાડથી ફુલ સ્પીડમાં ચાલવા લાગશે તમારા ઘરનો પંખો !

ઉલ્લેખનીય છે કે, Mumbai મા છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3672 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ જીવલેણ રોગને કારણે 79 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યના આરોગ્ય બુલેટિનમાં જણાવ્યું છે કે, મહારાષ્ટ્રમાં કોરોનાના, 56,647 કેસ નોંધાયા છે. દરમિયાન, કોવિડને કારણે 600 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

Published On - 9:59 pm, Mon, 3 May 21

Next Article