મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું, એકબીજા પર લગાવ્યા આ આક્ષેપો

|

Feb 19, 2022 | 9:51 PM

સંજય રાઉતે કહ્યું, ઈડી, ઈન્કમટેક્સ, સીબીઆઈને અમારી પાછળ લગાવો, અમે તમારાથી ડરતા નથી. તમે ગમે તેટલી ધમકીઓ આપો, અમે સંબંધમાં તમારા પિતા છીએ અને હવેથી તમને દરરોજ ખબર પડશે કે પિતા શું છે. આવતા અઠવાડિયે હું EDના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ કરવાનો છું.

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું, એકબીજા પર લગાવ્યા આ આક્ષેપો
Sanjay Raut And Kirit Somaiya (File Image)

Follow us on

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ( Shiv Sena) વચ્ચે માત્ર આરોપ-પ્રત્યારોપનો યુગ માત્ર શરૂ નથી થયો, પરંતુ શાબ્દિક  યુદ્ધ પણ છેડાયું છે  જેમાં  લુચા, લફંગા, દલાલ, ચપ્પલ વડે મારવા જેવા શબ્દો સામાન્ય બની ગયા છે. જેમાં શુક્રવારે  ભાજપના(BJP)  પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે શિવસેનાના મુખપત્ર ‘સામના’માં(Samna)  જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે જોઈને શિવસેનાને સલાહ  આપી છે કે સામનાના સંપાદકને બદલી નાખે. ભાજપે એ પણ નક્કી કર્યું કે શિવસેના અને ખાસ કરીને સંજય રાઉતને જો કોઈ તેમની ભાષામાં જવાબ આપી શકે તો તે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે છે, જેમનું રાજકીય કલ્ચર શિવસેનાએ બનાવ્યું છે. બાદમાં તેઓ કોંગ્રેસમાંથી  ભાજપમાં જોડાયા. તેથી જ ભાજપે કિરીટ સોમૈયા સાથે નારાયણ રાણેને ક્રિઝ પર ઉતાર્યા છે.  જેમાં  શનિવારે  આ ફ્રી સ્ટાઈલ લડાઈનો નવો એપિસોડ દેખાયો છે.

પહેલા નારાયણ રાણેએ પત્રકાર પરિષદ યોજીને આરોપ લગાવ્યો હતો કે ‘માતોશ્રી’  બંગલાના વિસ્તરણ માટે ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું અને તેને પૈસા ચૂકવીને રેગ્યુલરાઈઝ કરવામાં આવ્યું હતું. આ પછી સાંસદ વિનાયક રાઉતે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપનો જવાબ આપ્યો. સંજય રાઉત ફરી એ જ પ્રેસ કોન્ફરન્સમાં  આવ્યા અને તેમણે બીજેપી અને કિરીટ સોમૈયા, નારાયણ રાણે સહિત તપાસ એજન્સી EDના અધિકારીઓ પર નિશાન સાધ્યું.

‘કિરીટ સોમૈયા પાસે આ કરોડો રૂપિયા છે, તે ક્યાંથી આવે છે’

સંજય રાઉતે કહ્યું, ‘આ જે કિરીટ સોમૈયા છે, છેલ્લા ચાર દિવસથી હું દરરોજ એક કૌભાંડની જાણ કરી રહ્યો છું. પાલઘર વિસ્તારના વેવુર નામના ગામમાં એક મોટો પ્રોજેક્ટ શરૂ થવાનો છે. આ પ્રોજેક્ટનો ખર્ચ 260 કરોડ છે. આ પ્રોજેક્ટ તેમના પુત્રના નામે શરૂ કરવામાં આવ્યો છે. તેમની પત્ની મેધા સોમૈયા આ પ્રોજેક્ટના ડાયરેક્ટર છે. આ 260 કરોડમાં એક ED ડાયરેક્ટર પણ સામેલ છે. આ બેનામી પ્રોપર્ટી EDના ડિરેક્ટરની છે. તેમની પાસે આ કરોડો રૂપિયા ક્યાંથી આવે છે?

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

અમારી કુંડળી તમારી પાસે હશે, પરંતુ મહારાષ્ટ્રમાં છે અમારૂં રાજ

આ પછી સંજય રાઉતે નારાયણ રાણેના નિવેદનનો જવાબ આપ્યો જેમાં તેમણે કહ્યું હતું કે સંજય રાઉતની સંપૂર્ણ જન્મકુંડળી તેમની પાસે છે. નારાયણ રાણેએ એમ પણ કહ્યું હતું કે માતોશ્રીના ચાર લોકો માટે ED નોટિસ તૈયાર છે.

તેના જવાબમાં સંજય રાઉતે કહ્યું, ‘અમારી કુંડળી જોવાની ધમકી આપશો નહીં. તમારે જેલમાં બેસીને તમારી કુંડળી જોવી પડશે. તેની કુંડળી અમારી પાસે છે, આમની કુંડળી અમારી પાસે છે… આ બધું ઘણું થયું. અમારી પાસે શું તમારી કુડળી નથી ? આ મહારાષ્ટ્ર સરકાર છે. જો કેન્દ્રમાં તમારી સરકાર છે તો મહારાષ્ટ્રમાં પણ મજબૂત સરકાર છે. અમારી હાથમાં પણ ઘણું છે. તેથી ધાકધમકી આપવાની જાળમાં ન ફસાશો નહીં તો ફસાઈ જશો.

‘કેન્દ્રીય મંત્રીના ભ્રષ્ટાચાર પર મૌન કેમ સેવ્યું?’

તમને જણાવી દઈએ કે જે સમયે નારાયણ રાણે ભાજપમાં નહોતા ત્યારે કિરીટ સોમૈયાએ તેમના પર પણ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દાને યાદ કરાવતા સંજય રાઉતે કિરીટ સોમૈયાને સંબોધતા કહ્યું, ‘ભ્રષ્ટાચાર સામે લડનારા નવા મહાત્માનો જન્મ થયો છે. હું તેમને પડકાર આપું છું. હવે એ જ લડાઈને આગળ ચલાવો જે કેન્દ્રીય મંત્રીના હજારો કરોડના ભ્રષ્ટાચારને તમે સામે લાવ્યા હતા. અમારી પાસે કેટલાક દસ્તાવેજો પણ છે, હું તમને આપીશ. જો તમારામાં હિંમત છે અને તમે નિષ્ઠાવાન છો, તો તમે આ લડાઈને આગળ વધારશો. નહીં તો જે રીતે આ મુદ્દે તમે તમારી પૂંછડી દબાવીને બેઠા છો, એ જ રીતે અમે તમારી પૂંછડી દબાવી દઈશું.

‘EDનું સૌથી મોટું કૌભાંડ, આવતા અઠવાડિયે સામે લાવીશ’

સંજય રાઉતે વધુમાં કહ્યું કે, ‘ઈડી, ઈન્કમટેક્સ, સીબીઆઈને અમારી પાછળ રાખો, અમે તમારાથી ડરતા નથી. તમે ગમે તેટલી ધમકીઓ આપો, અમે સંબંધમાં તમારા પિતા છીએ અને હવેથી તમને દરરોજ ખબર પડશે કે પિતા શું છે. આવતા અઠવાડિયે હું EDના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ કરવાનો છું.

આ પણ વાંચો :  Maharashtra: દેશભરમાં રસ્તાઓ બનાવનાર પરિવહન મંત્રી નીતિન ગડકરીનું દર્દ, પોતાના ઘરની સામે બે કિલોમીટરનો રસ્તો નથી બનાવી શક્યા

Next Article