મહારાષ્ટ્રમાં (Maharashtra) મહા વિકાસ અઘાડીની સરકારમાં (Maha Vikas Aghadi) ત્રણ પક્ષ સામેલ છે. તેમાં એનસીપી વર છે, શિવસેના કન્યા છે અને કોંગ્રેસ જાનૈયા છે. જાનૈયા લગ્નની મિજબાની છોડવા તૈયાર નથી, વરરાજા મજા માણી રહ્યો છે અને કન્યા મૌન રહીને પોતાનું અસ્તિત્વ શોધી રહી છે. આ શબ્દોમાં ભાજપના સાંસદ સુજય વિખે પાટીલે ઠાકરે સરકારની મજાક ઉડાવી છે. આ સાથે તેમણે રાજ્યમાં શિવસેના અને એનસીપીના મંત્રીઓ પર ઈડી, ઈન્કમટેક્સ અને સીબીઆઈ તપાસ અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. આ કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ભાજપ દ્વારા ઉપયોગ કરવાની વાત ઘણીવાર શાસક પક્ષો દ્વારા કરવામાં આવે છે. આ તપાસ એજન્સીઓને ભાજપની કાર્યકર્તા અને એજન્ટ પણ કહેવામાં આવી રહી છે. આ મુદ્દે ભાજપના સાંસદે ત્રણેય શાસક પક્ષોને આડે હાથ લીધા છે.
બીજેપી સાંસદ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, જો ચોરી કરી નથી તો ગભરાવાનું કોઈ કારણ નથી. અમે તો તેમને ચોરી કરવાના કામ માટે લગાવ્યા નથી. તેઓએ ચોરી કરી, ભ્રષ્ટાચાર કર્યો, પૈસા ખાધા. દેશમાં સત્તાનો સૌથી વધુ દુરુપયોગ કોણે કર્યો છે, તે આ દેશે ઈમરજન્સીના સમયમાં જોયું છે. કાશ્મીરી પંડિતો પરના અત્યાચારો પણ લોકો સમક્ષ આવ્યા છે. જેમણે પૈસા ખાઈને પોતાની ફેક્ટરીઓ બનાવી, સંસ્થાઓ સ્થાપી, શું એ ગરીબ લોકોના પૈસા ન હતા?
સુજય વિખે પાટીલે વધુમાં કહ્યું કે, જેમણે કંઈ ખોટું કર્યું નથી તેમણે ડરવાની જરૂર નથી. શા માટે તેઓ રોજ ટીવી પર આવીને બોલે છે? પરંતુ આ વક્તાઓમાંથી એક પણ મંત્રી એવા કાગળો સાથે બહાર આવતા નથી કે ભાઈ કાગળો જોઈ લો, હું સંપૂર્ણ સાફ છું. તમે ચોરી કરશો અને તમને પકડમાં પણ નહીં આવે. એવો તો કોઈ નિયમ નથી ને? આ દેશ વડાપ્રધાનનું ઘર છે. તેઓ દેશના ચોકીદાર છે. તેથી તેઓ ચોરોને તો પકડશે. હું તેમની પાસેથી એવી જ અપેક્ષા રાખું છું.
બીજેપી સાંસદે મહા વિકાસ અઘાડી સરકારને બેન્ડ-બાજા-બારાત ગણાવી હતી અને કહ્યું હતું કે, મહા વિકાસ અઘાડીમાં એનસીપી અને શિવસેનાના લગ્ન થયા છે. NCP વર છે. તે મનસ્વી રીતે ગમે તે કરે, તેને કોઈ કંઈ કહેવાનું નથી. શિવસેના એક અવાજ વિનાની દુલ્હન જેવી છે, જેને બોલતા નથી આવડતું. કોંગ્રેસ એવા જાનૈયા જેવી છે જેને લગ્નનું કાર્ડ આપવામાં આવ્યું ન હતું, પરંતુ તે વગર બોલાવ્યે જમવા પહોંચી ગઈ છે. તેને જમવાના ટેબલ પરથી ભગાડવામાં આવે તો તે જમીન પર બેસીને જમવાની જયાફત ઉઠાવશે. પરંતુ લગ્નમાં મળેલી મફત મિજબાની છોડવા તે તૈયાર નથી. વરરાજા મજામાં છે. મૌન કન્યાને બધી પીડા સહન કરવી પડે છે.
આ પણ વાંચો : મોંઘવારી મુદ્દે 31 માર્ચે કોંગ્રેસ કરશે રાજ્યવ્યાપી આંદોલન, મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ આપી માહિતી