રાજ ઠાકરેના અયોધ્યા પ્રવાસને લઈને બીજેપી સાંસદે સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે આપી ચેતવણી, કહ્યુ- ઉત્તર ભારતીયોની માફી માંગે રાજ

|

May 05, 2022 | 8:57 PM

બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે (BJP MP Brijbhushan Sharan Singh) કહ્યું કે મેં યુપીના સીએમ યોગી આદિત્યનાથને (UP CM Yogi Adityanath) પણ વિનંતી કરી છે કે જ્યાં સુધી ઠાકરે માફી ન માંગે ત્યાં સુધી તેમને ન મળે.

રાજ ઠાકરેના અયોધ્યા પ્રવાસને લઈને બીજેપી સાંસદે સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે આપી ચેતવણી, કહ્યુ- ઉત્તર ભારતીયોની માફી માંગે રાજ
BJP MP Brijbhushan Sharan Singh (File Image)

Follow us on

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેના અયોધ્યા પ્રવાસ (MNS chief Raj Thackeray Ayodhya Tour) પર ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે (BJP MP Brijbhushan Sharan Singh) કહ્યું કે તેમણે ઉત્તર ભારતીયોની માફી માંગવી જોઈએ, ક્યાંક એવું ન થાય કે, હું તેમને અયોધ્યામાં પ્રવેશ ન કરવા દઉં. બ્રિજ ભૂષણે એમ પણ કહ્યું કે મેં યુપીના સીએમ યોગી આદિત્યનાથને (CM Yogi Adityanath) પણ વિનંતી કરી છે કે જ્યાં સુધી તેઓ માફી ન માગે ત્યાં સુધી તેમની સાથે મુલાકાત ન કરે.

મનસે પ્રમુખે 5 જૂને રામ લલ્લાના દર્શન કરવાની જાહેરાત કરી છે. તેમની જાહેરાત પછી મહારાષ્ટ્રના રાજકારણથી લઈને ઉત્તર પ્રદેશના રાજકીય વાતાવરણમાં પણ ગરમાવો આવી ગયો છે. કૈસરગંજ લોકસભા સીટના બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે દાવો કર્યો છે કે રાજ ઠાકરેને અયોધ્યામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે રાજ ઠાકરેને હાથ જોડીને ઉત્તર ભારતીયોની માફી માંગ્યા પછી જ અયોધ્યામાં પ્રવેશવા દેવામાં આવશે. રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાતને લઈને મુંબઈમાં પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે.

મુંબઈના રસ્તાઓ પર ‘ચલો અયોધ્યા’ના પોસ્ટર લગાવવામાં આવ્યા

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈના રસ્તાઓ પર ‘ચલો અયોધ્યા’ના પોસ્ટર લગાવ્યા છે. જેમાં જૂન મહિનામાં રાજ ઠાકરેની અયોધ્યા યાત્રામાં જોડાવા લોકોને અપીલ કરવામાં આવી હતી. આ પોસ્ટર પર સૌથી ઉપર પર જય શ્રી રામ લખેલું છે. તે પછી ‘ધર્માંધ નાહી, મી ધર્માભીમાની’ લખ્યું છું. ત્યારબાદ ચલો અયોધ્યા લખેલું છે. આ પોસ્ટરો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પાસે લગાવવામાં આવ્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અયોધ્યા પ્રવાસ પહેલા રાજે સીએમ યોગીના વખાણ કરવાનું શરૂ કર્યું

અયોધ્યા પ્રવાસ પહેલા રાજ ઠાકરેએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કરવાનું શરૂ કરી દીધું છે. યોગી આદિત્યનાથની પ્રશંસામાં ટ્વિટ કરીને કહ્યું છે કે, ત્યાં યોગી છે, મહારાષ્ટ્રમાં ભોગી છે. આ પર શિવસેનાના સાંસદ સંજય રાઉતે રાજ ઠાકરે પર વળતો પ્રહાર કરતા કહ્યું કે અમારે હિન્દુત્વ ઉધાર લેવું પડતું નથી. હિન્દુત્વ અમારા લોહીમાં છે. અમને કોઈએ હિન્દુત્વ ન શીખવવું જોઈએ. હાલમાં જ માહિતી આપતા શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની અયોધ્યા મુલાકાતની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Next Article