Maharashtra BJP : ‘મને કંઈ નહીં મળે તો શેરડી કાપવા ખેતરમાં જઈશ’, પંકજા મુંડેએ આવું શા માટે કહ્યું ?

|

Jun 01, 2023 | 5:03 PM

Sanjay Raut on Pankaja Munde: પંકજા મુંડેનું એક નિવેદન ચર્ચાના ચકડોળે ચડ્યું છે, પંકજા મુંડેએ કહ્યું કે, 'હું ભાજપની છું પણ મારી પાર્ટી માત્ર મારી ન હોઈ શકે. તે એક મોટી પાર્ટી છે. જો પિતાનું ઘર પારકુ બનશે તો ભાઈ (એનસીપી ધારાસભ્ય ધનંજય મુંડે)નું ઘર તો છે જ. પંકજા મુંડેના નિવેદન પર સંજય રાઉતે પોતાની પ્રતિક્રિયા આપી છે.

Maharashtra BJP : મને કંઈ નહીં મળે તો શેરડી કાપવા ખેતરમાં જઈશ, પંકજા મુંડેએ આવું શા માટે કહ્યું ?
Pankaja munde

Follow us on

પંકજા મુંડેની નારાજગી ઘણીવાર સામે આવી છે. ફરી એકવાર તેમનું એક નિવેદન ચર્ચામાં છે. પંકજા મુંડેએ અહિલ્યાદેવી હોલકરની જન્મજયંતિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં આ પ્રકારનું નિવેદન આપ્યું છે, જેને ભાજપ માટે મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવી રહ્યું છે. પંકજા મુંડેએ કહ્યું કે, ‘હું ભાજપની છું પણ મારી પાર્ટી માત્ર મારી ન હોઈ શકે. તે એક મોટી પાર્ટી છે. જો પિતાનું ઘર પારકુ બનશે તો ભાઈ (એનસીપી ધારાસભ્ય ધનંજય મુંડે)નું ઘર તો છે જ. પંકજા મુંડેના નિવેદન પર સંજય રાઉતે પોતાની પ્રતિક્રિયા આપી છે.

પંકજા મુંડેએ દિલ્હીમાં રાષ્ટ્રીય સમાજ પક્ષના નેતા અને પૂર્વ મંત્રી મહાદેવ જાનકર દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. પંકજા મુંડેએ એમ પણ કહ્યું કે તે ડરતી નથી. ડર તેના લોહીમાં નથી. જો કંઈ નહીં મળે, તો તે શેરડી કાપવા ખેતરમાં જશે. હું હવે કંઈપણ ઝંખતી નથી કે અપેક્ષા રાખતી નથી.

‘આજે ગોપીનાથ મુંડે હોત તો આ ન થાત, આજે તેમનો પરિવાર ક્યાં છે ?’

તેના જવાબમાં સંજય રાઉતે કહ્યું કે મુંડે પરિવારને રાજકારણમાં હાંસિયામાં ધકેલી દેવાના પ્રયાસો ચાલુ છે. મુંડે પરિવારનું રાજકારણમાં અસ્તિત્વ ન રહે તે માટેના પ્રયાસો ચાલુ છે. જો આજે ગોપીનાથ મુંડે હોત તો બીજેપી અને શિવસેનાનું ગઠબંધન અલગ તાકાત સાથે આગળ વધી રહ્યું હોત. રાજ્યમાં બીજેપીને શૂન્યમાંથી ઉભી કરનાર નેતાનું નામ હતું ગોપીનાથ મુંડે. તેમના કારણે ભાજપના રાજ્યમાં સારા દિવસો આવ્યા. પંકજા મુંડે પરિણામોની પરવા કર્યા વિના નિર્ણય લે છે. ચૂંટણીમાં પંકજા મુંડેનો પરાજય કેવી રીતે થયો તે કહેવાની જરૂર નથી.

Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024

ભાજપ પંકજા મુંડે સાથે છે – મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે

જે કાર્યક્રમમાં પંકજા મુંડેની દિલ કી બાત બહાર આવી તેમાં મહાદેવ જાનકરે કહ્યું કે તેમની બહેનની પાર્ટીથી સમાજને કોઈ ફાયદો થશે નહીં. પંકજા મુંડે મુખ્યમંત્રી બનશે તો પણ બહુ ફાયદો નહીં થાય. કારણ કે રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં હશે. પરંતુ આ સમગ્ર મામલાને લઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું છે કે ભાજપ સંપૂર્ણપણે પંકજા મુંડેની સાથે છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article