Gujarati NewsMumbai। Bjp kirit somaiya reaction after ed seized sanjay raut alibaug properties and mumbai dadar flat reminds pm modi words
સંજય રાઉત સામે ઈડીની કાર્યવાહીને લઈને બીજેપી નેતા કિરીટ સૌમેયાએ સાધ્યું નિશાન, આ રીતે યાદ અપાવી પીએમ મોદીની વાત
શિવસેના સાંસદ સંજય રાઉત (Sanjay Raut) ની પત્નીના નામે અલીબાગમાં 8 પ્લોટ જપ્ત કર્યા છે અને મુંબઈના દાદર સ્થિત ફ્લેટને જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી બાદ બીજેપી નેતા કિરીટ સોમૈયાએ (Kirit Somaiya BJP) પોતાની પ્રતિક્રિયા આપી છે.
BJP leader Kirit Somaiya
(File Image)
Follow us on
ઈડી (ED) દ્વારા આજે (5 એપ્રિલ, મંગળવાર) મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શિવસેના સાંસદ સંજય રાઉત (Sanjay Raut) ની પત્નીના નામે અલીબાગમાં 8 પ્લોટ જપ્ત કર્યા છે અને મુંબઈના દાદર સ્થિત ફ્લેટને જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી બાદ બીજેપી નેતા કિરીટ સોમૈયાએ (Kirit Somaiya BJP) પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને તેમણે સંજય રાઉત પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે ઉલ્લેખ કર્યો કે પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે, સંજય રાઉત તેમને 12 પાનાનો પત્ર લખે અથવા ગમે તે કરો, કાર્યવાહી કરવામાં આવશે. આવું કહીને કિરીટ સોમૈયાએ સંજય રાઉત પર કટાક્ષ કર્યો હતો.
કિરીટ સોમૈયાએ કહ્યું, ઉદ્ધવ ઠાકરેના જમણા હાથ સંજય રાઉત પ્રવિણ રાઉતના પારિવારિક મિત્ર, ભાગીદાર છે.બંનેની પત્નીઓ વચ્ચે નાણાકીય લેવડદેવડ હોવાનું સાબિત થયું છે.આજે કાર્યવાહી કરીને, EDએ અલીબાગમાં સંજય રાઉતની કેટલીક જમીન, મિલકત અને મુંબઈના દાદરમાં એક ફ્લેટ જપ્ત કર્યો છે.
સંજય રાઉતને આ કાર્યવાહીની જાણ હતી
આ મુદ્દે આગળ બોલતા કિરીટ સોમૈયાએ કહ્યું કે, ‘સંજય રાઉતને આ કાર્યવાહીની જાણ હતી, ત્યારે જ તેમણે દસ મહિના પહેલા ED ઓફિસમાં જઈને 55 લાખ રૂપિયા પરત કર્યા હતા.EDની કાર્યવાહી થોડા દિવસોથી ચાલી રહી હતી.છેલ્લા બે મહિનાથી સંજય રાઉતની દોડધામ, બોગસ પત્રવ્યવહાર, ED પર આરોપ, કિરીટ સોમૈયા અને નીલ સોમૈયાને જેલમાં મોકલવાની વાતો શરૂ થઈ હતી.હું તેમની માનસિક સ્થિતિ સમજી શકું છું.
કૌભાંડના નાણાંમાંથી પ્રોપર્ટી અને ફ્લેટ ઊભા કર્યા, પછી ભ્રમ ઉભો કરવા 55 લાખ પરત કર્યા
કિરીટ સોમૈયાએ કહ્યું, સંજય રાઉતની પ્રોપર્ટી આજે જપ્ત કરવામાં આવી છે. 1048 કરોડનું કૌભાંડ, ગોરેગાંવ પત્ર ચાલ, પ્રવીણ રાઉત મુખ્ય આરોપી, HDIL PMC બેંકના પૈસા, તે પૈસા સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતના ખાતામાં ગયા. તેમણે આ જ પૈસાથી અલીબાગમાં જમીન લીધી હતી.દાદરમાં ફ્લેટ લીધો હતો.થોડા મહિના પહેલા 55 લાખ રૂપિયા EDને ગેરમાર્ગે દોરવા માટે પરત કરવામાં આવ્યા હતા.
પીએમ મોદીએ જે કહ્યું તે કરી બતાવ્યું
પીએમ મોદીને યાદ કરાવતા કિરીટ સોમૈયાએ કહ્યું, પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે સંજય રાઉત 12 પાનાનો પત્ર લખે અથવા રાજ્યસભાના સ્પીકરને પત્ર લખે અથવા મનવાણીના નામે ED ઓફિસર અને કિરીટ સોમૈયા પર આરોપ લગાવે, પરંતુ કાર્યવાહી થઈને રહેશે. જો સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરેને એમ લાગતુ હોય કે સરકાર પોલીસનો માફિયાની જેમ ઉપયોગ કરીને કેન્દ્રીય તપાસ એજન્સીઓના અધિકારીઓને ચૂપ કરાવવામાં સફળ થતી હોય તો તે તેમની ભૂલ છે. કાર્યવાહી કરવામાં આવશે.