બાબાસાહેબ પુરંદરે : પોતાની લેખન શૈલી વડે છત્રપતિ શિવાજીના ચરિત્રને ઘરે ઘરે પહોચાડ્યુ હતુ, જાણો તેમના જીવન-કર્મ વિશે

|

Nov 15, 2021 | 1:41 PM

બાબાસાહેબ પુરંદરેનો જન્મ 29 જુલાઈ 1922માં પુણેમાં થયો હતો. તેમણે 17 વર્ષની નાની ઉમરે જ છત્રપતિ શિવાજીના જીવન પર લખ્યુ હતુ.

બાબાસાહેબ પુરંદરે : પોતાની લેખન શૈલી વડે છત્રપતિ શિવાજીના ચરિત્રને ઘરે ઘરે પહોચાડ્યુ હતુ, જાણો તેમના જીવન-કર્મ વિશે
Babasaheb Purandare

Follow us on

Babasaheb Purandare Died: જાણીતા ઇતિહાસકાર-લેખક અને પદ્મ વિભૂષણ બાબાસાહેબ પુરંદરેનું સોમવારે અવસાન થયું (Historian-Writer and Padma Vibhushan Babasaheb Purandare Died). ઉંમર સંબંધિત બિમારીઓને કારણે થોડા દિવસ પહેલા દાખલ કરાયા બાદ તેઓ પુણેની એક ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર હતા. સોમવારે સવારે 5 વાગ્યાની આસપાસ તેમનું નિધન થયું હતું.

લોકપ્રિય નાટક જાણતા રાજાના હતા રચયિતા
બાબાસાહેબ પુરંદરે છત્રપતિ શિવાજી ઉપર નાટક લખ્યુ હતું. આ નાટકનુ નામ હતુ જાણતા રાજા. મૂળ નાટક મરાઠીમાં લખાયુ હતુ. જેનુ પાછળથી હિન્દી સહિત પાંચ ભાષામાં અનુવાદ થયુ હતું. આ નાટક સમગ્ર દેશમાં ખુબ જ જાણીતુ બન્યુ હતું. અને દેશના વિભિન્ન શહેરમાં જાણતા રાજા નાટકના ખેલ યોજાયા હતા. આ નાટક 200 થી વધુ કલાકારો દ્વારા ભજવવામાં આવ્યું હતુ.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

ચિંગારિયા-કેસરી પુસ્તક લખ્યુ હતુ
બાબાસાહેબ પુરંદરેનો જન્મ 29 જુલાઈ 1922માં પુણેમાં થયો હતો. તેમણે 17 વર્ષની નાની ઉમરે જ છત્રપતિ શિવાજીના જીવન પર લખ્યુ હતુ. તેમનુ લખાણ ઠીગ્ણયા ( ચિંગારિયાં) નામે પ્રકાશીત થઈ હતી. આના થોડાક સમય બાદ, રાજા શિવ છત્રપતિ અને નારાયણ રાવ પેશવા ઉપર કેસરી નામે પુસ્તક લખ્યુ હતુ.

પદ્મવિભૂષણ અને મહારાષ્ટ્ર ભૂષણથી સન્માનિત હતા
બાબાસાહેબ પુરંદરેને 2019માં ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મવિભૂષણ ( Padma Vibhushan) અને 2015માં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારથી (Maharashtra Bhushan award) સન્માનિત કરાયા હતા. તેઓ લોકપ્રિય ઇતિહાસકાર-લેખક હતા. પોતાની લેખન શૈલી વડે છત્રપતિ શિવાજી મહારાજના ચરિત્રને ઘરે ઘરે પહોચાડયુ હતુ. સાથોસાથ તેમણે દેશ વિદેશમાં શિવ ચરિત્ર ઉપર આપેલા વ્યાખ્યાનને કારણે પણ જાણીતા બન્યા હતા. બાબા પુરંદરેએ શિવ ચરિત્ર ઉપર ઓછામાં ઓછા 12 હજારથી વધુ વ્યાખ્યાન આપ્યા હતા.

વિવાદ પણ સર્જાયો હતો
મરાઠી સાહિત્યકાર, ઈતિહાસકાર, નાટ્યકાર અને પ્રખર વકતા તરીકે બાબાસાહેબ પુરંદરે ઓળખાતા હતા. તેમને છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાયેલા ઈતિહાસના લેખક તરીકે પણ ઓળખવામાં આવતા હતા. મહારાષ્ટ્ર સરકારે, બાબા પુરંદરને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. તેમને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ આપતા વિવાદ સર્જાયો હતો. અનો વિવાદ અદાલતના દ્વાર સુધી પહોચ્યો હતો. જો કે કોર્ટે બાબા પુરંદરે વિરુધ્ધની અરજીને ફગાવી દીધી હતી. અને અરજીકર્તાને ભારે દંડ પણ ફટકાર્યો હતો.

 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), ગૃહપ્રધાન અમિત શાહ સહીત રાજકીય અને સાહિત્ય જગતના ઘણા મહાનુભવોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

બળવંત મોરેશ્વર પુરંદરેમાં જન્મેલા, બાબાસાહેબે છત્રપતિ શિવાજી (Chhatrapati Shivaji) પર ઘણા પુસ્તકો લખ્યા અને તેમનું જીવન ઇતિહાસ અને સંશોધન માટે સમર્પિત કર્યું.


તેમને 2019માં ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ ( Padma Vibhushan) અને 2015માં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર (Maharashtra Bhushan award) થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

આ પણ વાંચો: Delhi-NCR Air Pollution: સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી, આક્ષેપબાજીમાં પડ્યા વગર કામ કરો, તમે પ્રચાર પાછળ કેટલો ખર્ચ કરો છો તેનું ઑડિટ કરવાની ફરજ પાડશો નહીં

આ પણ વાંચો: T20 World Cup:ફાઈનલ મેચમાં વિચિત્ર સંયોગ, ભારતનો સામનો કરનારી ટીમ ક્યારેય ચેમ્પિયન બની શકી નથી

 

Published On - 1:13 pm, Mon, 15 November 21

Next Article