MUMBAI : અભિનેત્રી નિકિતા દત્તા પર હુમલો, હુમલાખોરો સ્માર્ટફોન ઝૂટવી ફરાર થયા

|

Nov 29, 2021 | 11:54 PM

Attack on Nikita Dutta : નિકિતા દત્તાએ સોશિયલ મીડિયા પર પોતે આ હુમલાની પુષ્ટિ કરી છે.

MUMBAI : અભિનેત્રી નિકિતા દત્તા પર હુમલો,  હુમલાખોરો સ્માર્ટફોન ઝૂટવી ફરાર થયા
Attack on actress Nikita Dutta in Mumbai

Follow us on

MUMBAI : મુંબઈમાં બોલીવુડ અભિનેત્રી નિકિતા દત્તા (Nikita Dutta) પર હુમલો થયો છે. નિકિતા દત્તાએ સોશિયલ મીડિયા પર પોતે આ હુમલાની પુષ્ટિ કરી છે. આ પોસ્ટમાં તેણે લખ્યું છે, “મેં ગઈકાલે  એક દુઃખદ અનુભવ કર્યો, જે ખૂબ જ પીડાદાયક હતો અને આ ઘટનાને લગભગ 24 કલાક થયા. હું સાંજે 7.45 વાગ્યાની આસપાસ બાંદ્રામાં 14મા રોડ પર ચાલી રહી હતી. પાછળથી એક બાઇક પર બે માણસો આવ્યા, મારા માથા પર માર્યું અને થોડીવાર માટે મને ખબર ન પડી કે શું થઇ રહ્યું છે. અને તેમણે  મારા હાથમાંથી મારો ફોન ઝૂટવી  લીધો. હું કંઈ સમજું તે પહેલા જ તેઓ ભાગી ગયા હતા.”

બોલીવુડમાં આવ્યાં પહેલા નિકિતા દત્તાએ  ડ્રીમ ગર્લ- એક લડકી દીવાની સી, એક દુજે  કે વાસ્તે, હાસિલ જેવા સંખ્યાબંધ ટેલિવિઝન શોમાં કામ કર્યું હતું.તો બોલીવુડમાં લેકર હમ દિવાના દિલ, ગોલ્ડ, લસ્ટ સ્ટોરીઝ, કબીર સિંઘ, ધ બિગ બુલમાં પોતાનું નસીબ અજમાવ્યું. બે દિવસ પહેલા જ તેની આવનારી ફિલ્મ રોકેટ ગેંગની રીલીઝ ડેટ જાહેર થઇ છે. રોકેટ ગેંગ 6 મે 2022ના રોજ દેશભરમાં સ્ક્રીન પર આવશે.

આ મહિને જ 13 તારીખે નિકિતા દત્તાનો જન્મ દિવસ હતો. નિકિતા 2012માં ફેમિના મિસ ઈન્ડિયાની ફાઈનલિસ્ટ હતી.અભિનેત્રીએ ‘લેકર હમ દિવાના દિલ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.નિકિતા અવારનવાર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

નિકિતાએ 2016માં ‘એક દુજે કે વાસ્તે’ શોથી ટેલિવિઝન ડેબ્યૂ કર્યું હતું. આ શોમાં તેણે સુમન તિવારીનું પાત્ર ભજવ્યું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. આ પછી તે રોમેન્ટિક થ્રિલર શો ‘હાસિલ’માં જોવા મળી હતી.

નિકિતા 2016માં ‘ગોલ્ડ’માં જોવા મળી હતી. તેણે આ ફિલ્મમાં સહાયક અભિનેતા તરીકે કામ કર્યું હતું. આ પછી ‘કબીર સિંઘ’, ‘ધ બિગ બુલ’ અને તાજેતરમાં ઈમરાનની હોરર ફિલ્મ ‘ડીબુક’માં જોવા મળી હતી.

 

Published On - 11:35 pm, Mon, 29 November 21

Next Article