Aryan Khan Drug Case: પ્લીઝ મારા દિકરાનું જેલમાં ધ્યાન રાખજો, શાહરૂખે કર્યો હતો મેસેજ, સમીર વાનખેડેનો દાવો

|

May 19, 2023 | 5:01 PM

Sameer Wankhede: હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સમીર વાનખેડેએ શાહરૂખ ખાન સાથે મેસેજ ચેટ થઇ હોવાનો ખુલાસો થયો છો. આવો જાણીએ શાહરૂખ ખાને સમીર વાનખેડેને શું મેસેજ કર્યા હતા.

Aryan Khan Drug Case: પ્લીઝ મારા દિકરાનું જેલમાં ધ્યાન રાખજો, શાહરૂખે કર્યો હતો મેસેજ, સમીર વાનખેડેનો દાવો
Shahrukh Khan - Sameer Wankhede

Follow us on

શાહરૂખ ખાનના ( Shahrukh Khan) પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં જેલના સળિયા પાછળ ધકેલનાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે હાલ વિવાદમાં છે. તેના પર આર્યન ખાન(Aryan Khan)ને પૈસાની આડમાં ડ્રગ્સના કેસમાં ફસાવવાનો આરોપ છે. જ્યારે આર્યન આ કેસના કારણે જેલના સળિયા પાછળ કેદ હતો ત્યારે શાહરૂખ ખાન અને સમીર વાનખેડે વચ્ચે વોટ્સએપ પર વાતચીત થઈ હતી. બંને વચ્ચે શું થયું, તે ચેટ હવે સામે આવી છે.

આ પણ વાંચો :Sameer Wankhede: બોલિવૂડ ડ્રગ વ્યાપારનો અડ્ડો, આર્યન ખાન જેવા લોકો રેવ પાર્ટીઓના બ્રાન્ડ એમ્બેસેડર, વાનખેડેની ચેટમાં થયો ખુલાસો

સમીર વાનખેડે સાથે શાહરૂખે શું કરી વાતચીત?

વોટ્સએપ ચેટમાં શાહરૂખે લખ્યું- હું આર્યન ખાનને એવો વ્યક્તિ બનાવવાનો પૂરો પ્રયાસ કરીશ જેના પર તમને અને મને ગર્વ થશે. આ ઘટના તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. હું તમને આની ખાતરી આપું છું. આપણને પ્રામાણિક અને મહેનતુ યુવાનોની જરૂર છે જે દેશને આગળ લઈ જઈ શકે. તમે અને મેં અમારી જવાબદારી નિભાવી છે જેને આવનારી પેઢી અનુસરશે. ભવિષ્ય માટે તેમાં પરિવર્તન લાવવાનું આપણા હાથમાં છે. તમારા સમર્થન અને દયા માટે ફરી એકવાર આભાર.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

ભગવાન તામારૂ ભલુ કરે. મારે તમને અંગત રીતે મળવા આવવું છે, જેથી હું તમને ગળે લગાવી શકું. જ્યારે તમે ફ્રિ હોય ત્યારે કૃપા કરીને મને જણાવો. મને મદદ કરવાનો પ્રયાસ કરવા બદલ આભાર.હું તમારો  આભારી રહિશ.

અલ્લાહ ઈચ્છે તો. હું નિષ્ઠાપૂર્વક માનું છું કે તમે તમારી સત્તાવાર ક્ષમતામાં તમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. હું પિતા જેવો જ વિચારું છું. પરંતુ કેટલીકવાર આપણા શ્રેષ્ઠ પ્રયાસો પણ પૂરતા નથી હોતા. ધીરજ જરૂરી છે. આભાર.

પ્લીઝ  મારા દિકરાને ઘરે મોકલો દો..

હું તમને વિનંતી કરું છું કે તેને જેલમાં ન રહેવા દો. આ રજાઓ આવશે અને તે માણસ તરીકે તૂટી જશે તેની આત્મા તબાહ થઇ જશે. તમે મને વચન આપ્યું હતું કે તમે મારા બાળકને સુધારશો, તેને એવી જગ્યાએ નહીં મોકલશો જ્યાંથી તે સંપૂર્ણ રીતે ભાંગી અને વિખેરાઈને પાછો આવશે. અને આમા તેનો કોઈ દોષ નથી. તમે એક સારા વ્યક્તિ તરીકે તેની સાથે આવું કેમ કરો છો, તે પણ તે સ્વાર્થી લોકો માટે. હું વચન આપું છું કે હું એ લોકો પાસે જઈશ અને તેમને વિનંતી કરીશ કે તમારી સામે વધુ કંઈ ન બોલો. હું તેને મારી વાત સાંભળવા અને તેણે તમને જે કહ્યું છે તે પાછું લેવા માટે મારી શક્તિમાં જે હશે તે કરીશ. હું વચન આપું છું કે હું આ બધું કરીશ અને કોઈને રોકવા માટે ભીખ માંગવામાં પાછળ રહીશ નહીં. પણ મહેરબાની કરીને મારા દીકરાને ઘરે મોકલો.તમે પણ તમારા દિલમાં જાણો છો કે તેની સાથે આ બહુ થઈ ગયું છે. મહેરબાની કરીને હું તમને પિતા તરીકે વિનંતી કરું છું.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:07 pm, Fri, 19 May 23

Next Article