રોડ-રસ્તા બાદ હવે 1 ફેબ્રુઆરીથી પાણીમાં પણ શરૂ થઈ રહી છે Uber સર્વિસ, જાણો કેટલું હશે ભાડું અને ક્યાં મળશે આ સેવા

|

Jan 31, 2019 | 11:57 AM

જળ પરિવહન સેવાઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી હવે અત્યાર સુધી ટેક્સીની સુવિધા આપનારી ઉબરે મહારાષ્ટ્ર મેરિટાઈમ બોર્ડ સાથેની ભાગીદારીથી ઉબર બોટ લૉન્ચ કરી છે. 1 ફેબ્રુઆરી ઉબર પોતાની બોટ સેવા શરૂ કરી રહ્યું છે.    દેશમાં પ્રથમ વાર શરૂ થશે આવી સેવા ઉબરનું ભારત દેશમાં પ્રથમ અને સમગ્ર વિશ્વમાં બીજું લૉન્ચ હશે. વર્ષ 2017ના જૂન મહિનામાં […]

રોડ-રસ્તા બાદ હવે 1 ફેબ્રુઆરીથી પાણીમાં પણ શરૂ થઈ રહી છે Uber સર્વિસ, જાણો કેટલું હશે ભાડું અને ક્યાં મળશે આ સેવા

Follow us on

જળ પરિવહન સેવાઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી હવે અત્યાર સુધી ટેક્સીની સુવિધા આપનારી ઉબરે મહારાષ્ટ્ર મેરિટાઈમ બોર્ડ સાથેની ભાગીદારીથી ઉબર બોટ લૉન્ચ કરી છે. 1 ફેબ્રુઆરી ઉબર પોતાની બોટ સેવા શરૂ કરી રહ્યું છે. 

 

દેશમાં પ્રથમ વાર શરૂ થશે આવી સેવા

ઉબરનું ભારત દેશમાં પ્રથમ અને સમગ્ર વિશ્વમાં બીજું લૉન્ચ હશે. વર્ષ 2017ના જૂન મહિનામાં ઉબરે આવી સર્વિસ ક્રોએશિયામાં સુરમ્ય સ્થાનિક દ્વીપો સુધી પહોંચવા માટે શરૂ કરી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ જગ્યાઓ પર શરૂ થશે ઉબર બોટ

મુંબઈમાં પાયલટ પરિયોજના અંતર્ગત શરૂ થનારી આ ઑન-ડિમાન્ડ સ્પીડબોટ સેવા 3 તટીય સ્થાનો પર સેવા આપશે.

ગેટવે ઑફ ઈન્ડિયા, એલિફન્ટા આઈલેન્ડ અને માંડવા જેટી સુધી પરિવહન કરાશે.

એક બોટનું ભાડું 5,700 રૂપિયાથી શરૂ

કંપનીના એક અધિકારીએ જણાવ્યું છે કે આ બોટ સેવામાં રાઈડર્સને 2 પ્રકારની સ્પીડબોટ્સ મળશે. 6.8 સીટ્સ ધરાવતી ઉબર બોટનું એક બાજુનું ભાડું રૂપિયા 5,700 હશે તથા 10 સીટ્સની ક્ષમતા ધરાવતી ઉબર બોટ- એક્સએલનું એક બાજુનું ભાડું રૂપિયા 9,500 હશે. જોકે જરૂરિયાત પ્રમાણે આ ભાવમાં બદલાવ કરવામાં આવશે.

મુંબઈને પરિવાહન હબ બનાવવાનો ઉદ્દેશ્ય

ઉબર ભારત અને દક્ષિણ એશિયાના પ્રમુખ પ્રભજોત સિંહે કહ્યું,

“કંપનીનું લક્ષ્ય મલ્ટી-મૉડલ ટ્રાન્સપોર્ટેશન પ્લેટફોર્મમાં બદલાવનો છે. ઉબર બોટ મુંબઈના રાઈડર્સને ઉબર એપના માધ્યમથી સ્પીડબોટ ઉપલબ્ધ કરાવાશે, જે સરળ અને સુવિધાજનક હશે.”

મુંબઈ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ સંજય ભાટિયાએ કહ્યું,

“મુંબઈને દેશના સમુદ્રી પરિવહન અને પર્યટનનું હબ બનાવવાને દ્રષ્ટિકોણની સાથે એમએમબીએ ભાગીદારી કરી છે જેમાં ઉબર બોટ કનેક્ટિવિટીમાં સુધારો લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.”

[yop_poll id=943]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article