ન્યૂડ ફોટોશૂટ મામલે રણવીર સિંહ ભીંસમાં, પહેલા ફાઈલ થયો કેસ હવે મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગમાં નોંધાઈ ફરીયાદ

આ ફોટોશૂટ અંગે રાજ્ય મહિલા આયોગમાં (State Commission for Women) કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે રણવીર સિંહનું ફોટોશૂટ મહિલાઓ અને નાના બાળકોની ગરિમા વિરુદ્ધ છે.

ન્યૂડ ફોટોશૂટ મામલે રણવીર સિંહ ભીંસમાં, પહેલા ફાઈલ થયો કેસ હવે મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગમાં નોંધાઈ ફરીયાદ
Film actor Ranveer Singh (file photo)
| Edited By: | Updated on: Jul 29, 2022 | 8:19 AM

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) આંતરરાષ્ટ્રીય મેગેઝીન ‘પેપર’ના કવર પેજ માટે કરેલા ન્યૂડ ફોટોશૂટને કારણે સતત ચર્ચામાં છે. રણવીર સિંહ વિરુદ્ધ એક પછી એક ફરિયાદો નોંધાઈ રહી છે. આ ફોટોશૂટને કારણે રણવીર સતત વિવાદોમાં પણ છે. પરંતુ હવે તેમના માટે બીજી સમસ્યા ઉભી થઈ છે. અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય મહીલા આયોગમાં (Maharashtra State Commission For Women) ન્યૂડ ફોટોશૂટ કરાવવાના મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફોટોશૂટ અંગે રાજ્ય મહિલા આયોગમાં કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે રણવીર સિંહનું ફોટોશૂટ મહિલાઓ અને નાના બાળકોની ગરિમા વિરુદ્ધ છે.

ઝૂમના અહેવાલ મુજબ, ફરિયાદી વકીલ આશિષ રાયે આ મામલામાં કહ્યું છે કે મહિલા આયોગે આ મામલે સંજ્ઞાન લેવું જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ અને રણવીર સિંહે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી આ વિવાદાસ્પદ તસવીરો હટાવી લેવી જોઈએ. અગાઉ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ IPC કલમ 292 (અશ્લીલતા, વેચાણ અથવા જાહેરમાં વેચાણ માટે સામગ્રીનું પ્રદર્શન), કલમ 293 (યુવાનોને અશ્લીલ વસ્તુઓનું વેચાણ) અને કલમ 509 (શબ્દો, હાવભાવ અથવા ક્રિયાઓ જે મહિલાઓની ઈન્સલ્ટ કરવાના હેતુથી છે) હેઠળ FIR નોંધવામાં આવી હતી

રણવીર સિંહની મુશ્કેલીઓ વધી શકે છે

એવું લાગી રહ્યું છે કે રણવીર સિંહની મુશ્કેલીઓ વધુ વધી શકે છે. તાજેતરમાં જ તેની સામે મુંબઈમાં વધુ એક ફરિયાદ નોંધાઈ હતી. આ મામલામાં મુંબઈ પોલીસના એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે સોમવારે મુંબઈ પોલીસમાં અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર તેની નગ્ન તસવીરો દ્વારા ‘મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા’ની ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરવામાં આવી છે.

એક ઇન્ટરનેશનલ મેગેઝિન માટે કરાવ્યું હતુ ફોટોશૂટ

બોલિવૂડ ન્યૂઝ અનુસાર, રણવીર સિંહે તાજેતરમાં એક ઇન્ટરનેશનલ મેગેઝિન ‘પેપર’ના કવર પેજ માટે ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તે ન્યૂડ જોવા મળ્યો હતો. આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. જો કે, જે દિવસે આ તસવીરો સોશિયલ મીડિયા પર આવી તે દિવસે રણવીર સિંહે તેને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી ન હતી, પરંતુ એક દિવસ વીતી ગયા બાદ તેણે આ તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. રણવીર સિંહે ઘણી ન્યૂડ તસવીરો શેર કરી હતી જેમાં તેણે કાર્પેટ પર કેમેરા સામે ઘણા પોઝ આપ્યા હતા.