મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 85 કેસ, 24 કલાકમાં કોરોનાના વિક્રમી 3900 કેસ, મુંબઈમાં કોરોનાના 2,510 નવા કેસ

|

Dec 29, 2021 | 10:23 PM

મુંબઈમાં બુધવારે કોરોના વાયરસના 2,510 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. આ સાથે 251 કોરોનામાંથી સ્વસ્થ થઈને પોતાના ઘરે ગયા છે.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 85 કેસ, 24 કલાકમાં કોરોનાના વિક્રમી 3900 કેસ, મુંબઈમાં કોરોનાના 2,510 નવા કેસ
File Image

Follow us on

મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્યમાં આજે એટલે કે બુધવારે ઓમિક્રોન (Omicron) વાયરસના નવા 85 કેસ નોંધાયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ (Corona virus)ના નવા 3900 કેસ નોંધાયા છે. જ્યારે આજે 20 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 14,065 થઈ ગઈ છે.

બીજી તરફ મુંબઈમાં બુધવારે કોરોના વાયરસના 2510 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. આ સાથે 251 કોરોનામાંથી સ્વસ્થ થઈને પોતાના ઘરે ગયા છે. મંગળવારે મુંબઈમાં કોરોના વાયરસના 1377 નવા કેસ નોંધાયા હતા. મંગળવારની સરખામણીમાં આજનો આંકડો 82% વધ્યો છે. આ રીતે મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા ત્રીજી લહેરનો ડર વધી ગયો છે.

સાવચેત રહેવાની જરૂર છે

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

છેલ્લા કેટલાક મહિનામાં મોટાભાગના દિવસોમાં 500થી ઓછા કેસ નોંધાયા છે. આ પછી હવે કેસમાં વધારો થઈ રહ્યો છે. ઠાકરેએ કહ્યું કે કેસ ઝડપથી વધી રહ્યા છે, પરંતુ આપણે ગભરાવાની જરૂર નથી, પરંતુ વધુ સાવચેત રહેવાની જરૂર છે. આ સાથે રસીકરણ અને માસ્ક લગાવવાની જરૂર છે.

31 ડિસેમ્બરે બંધ રહેશે જાહેર સ્થળો 

તેમણે વધુમાં કહ્યું કે આગામી 48 કલાકમાં BMC શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓનો સંપર્ક કરીને 15થી 18 વર્ષની વયના બાળકો માટે સંગઠિત રસીકરણ અભિયાનનું આયોજન કરી રહી છે. મંત્રીએ કહ્યું કે અમે આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન કાર્યકરો અને વરિષ્ઠ નાગરિકોની યાદી પણ તૈયાર કરી રહ્યા છીએ, જેઓ કોરોના રસીના બૂસ્ટર ડોઝ લેવા માટે પાત્ર છે. ઠાકરેએ સાથે સાથે ઉમેર્યું કે 31 ડિસેમ્બરે શહેરના તમામ જાહેર સ્થળો બંધ રહેશે.

નિયમોના ઉલ્લંઘન સામે સખ્ત કાર્યવાહી 

તેમણે કહ્યું કે ફ્લાઈંગ સ્ક્વોડ, સીસીટીવી ફૂટેજની મદદથી નવા વર્ષની ઉજવણી દરમિયાન કોરોના ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરતી સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે નિયમોનું ઉલ્લંઘન કરતી સંસ્થાઓને આગામી કેટલાક મહિનાઓ માટે સીલ કરવામાં આવશે.

હોસ્પિટલોમાં પથારીની ક્ષમતા વિશે બોલતા, ઠાકરેએ કહ્યું કે હાલમાં શહેરમાં 54,000 પથારીઓ ઉપલબ્ધ છે. તેમણે ટ્વીટ કર્યું કે અમે તમામ કોરોના કેર જમ્બો સેન્ટરોને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ સાથે તૈયાર રહેવા કહ્યું છે. કોરોના તપાસ અને ટ્રેસિંગ પ્રોટોકોલની પણ સમીક્ષા કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: 31 ડિસેમ્બર અને નવા વર્ષના સ્વાગતને લઈને મહારાષ્ટ્ર સરકારની નવી માર્ગદર્શિકા જાહેર, મુંબઈના ઘણા વિસ્તારોમાં જવા પર પ્રતિબંધ

 

Published On - 9:50 pm, Wed, 29 December 21

Next Article