26/11 Terror Attack: ભારત લાવવાના ડરથી ગભરાયો મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણા, US કોર્ટમાં દાખલ કરી અરજી

26/11 Attack: પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર હુસૈન રાણા(Tahawwur Hussain Rana)એ યુએસ કોર્ટ દ્વારા આપવામાં આવેલા તાજેતરના આદેશને પડકારતી હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી છે જેણે તેના ભારતમાં પ્રત્યાર્પણનો માર્ગ મોકળો કર્યો છે.

26/11 Terror Attack: ભારત લાવવાના ડરથી ગભરાયો મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણા, US કોર્ટમાં દાખલ કરી અરજી
26/11 Attack
| Edited By: | Updated on: Jun 02, 2023 | 2:27 PM

26/11 Attack: રાણાને હાલમાં લોસ એન્જલસ(Los Angeles)ના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. ભારતમાં, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ દ્વારા 26 નવેમ્બર 2008ના મુંબઈ હુમલામાં રાણાની ભૂમિકાની તપાસ કરી રહી છે. આ હુમલાઓ દરમિયાન અજમલ કસાબ નામનો આતંકવાદી જીવતો પકડાયો હતો, જેને ભારતમાં 21 નવેમ્બર 2012ના રોજ ફાંસી આપવામાં આવી હતી. હુમલા દરમિયાન સુરક્ષા દળોએ બાકીના આતંકવાદીઓને ઠાર માર્યા હતા. મુંબઈ આતંકવાદી હુમલામાં છ અમેરિકન નાગરિકો સહિત કુલ 166 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર હુસૈન રાણા(Tahawwur Hussain Rana)એ યુએસ કોર્ટ દ્વારા આપવામાં આવેલા તાજેતરના આદેશને પડકારતી હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી છે જેણે તેના ભારતમાં પ્રત્યાર્પણનો માર્ગ મોકળો કર્યો છે. યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ઑફ કેલિફોર્નિયાએ 26/11 મુંબઈ હુમલાના આરોપી રાણાને ભારત પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપી હતી.

રાણા પર 2008ના મુંબઈ આતંકી હુમલામાં સંડોવણીનો આરોપ છે, જેના માટે ભારતમાં તેની સામે કેસ ચાલી રહ્યો છે. રાણા (62) એ તેમના વકીલ દ્વારા હેબિયસ કોર્પસ પિટિશન ફાઇલ કરતી વખતે ભારત સરકાર દ્વારા તેમના પ્રત્યાર્પણને પડકાર્યો છે.

તેના વકીલે દલીલ કરી હતી કે રાણાનું પ્રત્યાર્પણ બે રીતે યુએસ-ભારત પ્રત્યાર્પણ સંધિનું ઉલ્લંઘન કરશે. 10 જૂન, 2020 ના રોજ, ભારતે પ્રત્યાર્પણ માટે રાણાની અસ્થાયી ધરપકડની માગ કરતી ફરિયાદ દાખલ કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનના વહીવટીતંત્રે રાણાના ભારતમાં પ્રત્યાર્પણને સમર્થન અને મંજૂરી આપી હતી. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :Rahul Gandhi On Muslim League: રાહુલે કહ્યું- મુસ્લિમ લીગ સેક્યુલર પાર્ટી, બીજેપીએ કહ્યું- તેઓ ઝીણાની પાર્ટીને સેક્યુલર કહી રહ્યા છે

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો