Coronavirus Update : જાણો એવુ તો શું થયું કે નનામી પર સુવડાવેલ મહિલા અચનાક રડવા લાગ્યા

|

May 16, 2021 | 2:06 PM

મહારાષ્ટ્રના બારામતીમાં 76 વર્ષના કોરોના પોઝિટિવ વૃદ્ધ મહિલાને મૃત માનીને મહિલાના અંતિમ સંસ્કાર માટે તમામ તૈયારીઓ શરુ કરી. અચાનક જ નનામી પર સુવડાવેલા મહિલા પોતે જ રડવા લાગ્યા અને આંખો ખોલી.

Coronavirus Update : જાણો એવુ તો શું થયું કે નનામી પર સુવડાવેલ મહિલા અચનાક રડવા લાગ્યા
કોરોના પોઝિટિવ મહિલા

Follow us on

Coronavirus Update : દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. ઓક્સિજન, બેડ, વેન્ટિલેટર સહિત અનેક વસ્તુની અછત છે. અછતના કારણે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. આ વચ્ચે મહારાષ્ટ્રના બારામતી જિલ્લામાંથી એક ચોકવાનારો કિસ્સો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના બારામતીમાં 76 વર્ષના કોરોના પોઝિટિવ વૃદ્ધ મહિલાને મૃત માનીને મહિલાના અંતિમ સંસ્કાર માટે તમામ તૈયારીઓ શરુ કરી. અચાનક જ નનામી પર સુવડાવેલા મહિલા પોતે જ રડવા લાગ્યા અને આંખો ખોલી  ઉલ્લેખનીય છે કે મહિલાએ આંખો ખોલતા સૌ કોઇ ચોંકી ઉઠ્યા.
આ ઘટના પછી મહિલાને તત્કાળ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. તેમની હાલત સ્થિર હોવાનું ડૉક્ટરે કહ્યુ છે. ઉલ્લેખનીય છે કે 76 વર્ષના મહિલા થોડા દિવસ પહેલા જ કોરોના પોઝિટિવ હોવાની જાણ થઇ હતી અને ત્યાર બાદ તેઓ ઘરે જ આઇસોલેટ થયા હતા. પરંતુ તબિયત વધારે ખરાબ થતા  તેઓને બારામતીની હૉસ્પિટલમાં દાખલ કરવા માટે પરિવાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. 10 મેના રોજ તેમને પ્રાઇવેટ વાહનમાં બારામતી પણ લઇ જવામાં આવ્યા, પરિવાર જન તેમને લઇ વિવિધ હૉસ્પિટલમાં ફર્યા પંરતુ બેડના અભાવે તેમને ક્યાય બેડ મળ્યો નહિ.
દરમિયના દોડધામ વચ્ચે અચનાક તેઓ બેભાન થઇ ગયા  જેથી પરિવારજનોએ તેમને મૃત માની લીધા. સગા-સંબંધીઓને જાણ કરી અંતિમ વિધિની તૈયારીઓ શરુ કરી હતી. પરિવારજનો તેમને લઇને પાછા ફર્યા અને તેમના શરીરને નનામી પર મૂકવામાં આવ્યુ પરિવાર જનો રડતા હતા અને દુખી હતા. અંતિમ યાત્રા થોડી જ વારમાં શરુ થવાની હતી ત્યાં તો નનામી પર રહેલા શકુંતલા ગાયકવાડ પોતે રડવા લાગ્યા અને આંખો ખોલી જે જોઇ સૌ કોઇ ચોંકી ઉઠ્યા. ત્યારપછી સારવાર અર્થે શકુંતલા ગાયકવાડને બારામતીની સિલ્વર જ્યૂબલી હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા.
Next Article