ગુજરાતીઓ અને અમદાવાદીઓ પાણીપુરી ઉપર કેમ ઓળઘોળ છે ? પાણીપુરીની કેટલીક ચટાકેદાર વાતો જાણો છો ?

|

Aug 16, 2021 | 5:40 PM

ચાર રસ્તે કે ખૂણામાં ભરાઈને ઉભેલા ભૈયાજીને સીઆઈડી વાળા ન શોધી શકે પણ આપણા ગુજરાતીઓ શોધી કાઢે. ઘણીવાર તો દૂરથી જોતાં એવું લાગે કે ધ ગ્રેટ ખલી રીંગમાં બીજા રેસલરો વચ્ચે ઘેરાયો છે..ભૈયાજીને હિન્દી-ગુજરાતીમાં મિક્સ ભજીયા જેવી 10-12 સુચનાઓ કેવી-કેવી મળે?

ગુજરાતીઓ અને અમદાવાદીઓ પાણીપુરી ઉપર કેમ ઓળઘોળ છે ? પાણીપુરીની કેટલીક ચટાકેદાર વાતો જાણો છો ?
picture courtesy : Rajoo megha

Follow us on

આપણે ત્યાં ટ્રાફિકના નિયમો અને સિગ્નલોનો ભંગ કરીને લોકો ભાગી જાય છે એમને રોકવામાં ઘણીવાર સિગ્નલ અને પોલીસ પણ નિષ્ફળ જાય છે. એવા લોકોને પકડવા આપણી પાસે એક આઈડીયા છે. આ આઈડીયા પાછો ગુજરાતમાં જ ચાલે એવો છે. ચાર રસ્તા પર એક-એક પાણીપુરી વાળા ભૈયાજીને ઉભા કરી દો.
સિગ્નલ બિગ્નલ કોઈ જુએ ન જુએ પાણીપુરી જોઈને ચોક્કસ ઉભા રહી જશે. આ તો એક આઈડીયા છે. પોલીસ માને કે ન માને એ એમનો વિષય છે. આ તો શું છે કે પછી એમ ન કહે કે તમારી પાસે આઈડીયા હતો તો અમને આપ્યો કે નહીં ?

એની વે, મૂળ મૂદ્દા પર આવો એટલે કે પાણીપુરી ખાવામાં ગુજરાતીઓને કોઈ ન પહોંચે. ચાર રસ્તે કે ખૂણામાં ભરાઈને ઉભેલા ભૈયાજીને સીઆઈડી વાળા ન શોધી શકે પણ આપણા ગુજરાતીઓ શોધી કાઢે. ઘણીવાર તો દૂરથી જોતાં એવું લાગે કે ધ ગ્રેટ ખલી રીંગમાં ઘેરાયો છે.

ગુજરાતીઓ પાણીપુરી પર આટલા ફીદા કેમ છે એની કોઈ ઐતિહાસિક વિગતો તો ન હોય પણ એનો ચટાકેદાર સ્વાદ ઉપરથી સસ્તી, સુંદર અને ટકાઉ મજબૂત જેવી એની કિંમત, ફૂદીનો હાજમા માટે પણ સારો અને પેટ પણ ફૂલ થઈ જાય. એમ સર્વગુણ સંપન્ન સ્ત્રીની જેમ બધા જ ગુણો હોય તો કોને પસંદ ના પડે પાણીપુરી, બોલો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

P.C- Rajoo megha

ભૈયાજીને ફાયર રાઉન્ડની જેમ હિન્દી મિશ્રિત ગુજરાતીમાં મળતી સુચનાઓ કઈ ?
ભૈયાજી, થોડી તીખી બનાના
ઔર બડીવાલી પુરી જ દેના
કડક પુરી જ દેના, હવાઈ ગયેલી મત આપના
પાણી વારંવાર મિક્સ કરકે દેના નહીં તો ફૂદીના ઉપર આ જાતા હૈ
ઔર સુનો, સુનો ભૈયાજી ધીમે ધીમે કરકે દેના, ફાસ્ટ દે તે હો તો પાણી પુરી મોં મે અટક જાતી હૈ

આટલી બધી સુચનાઓ સાંભળીને આપણે બેભાન થઈ જઈએ ક્યાં તો લેપટોપ લઈને એક માણસ આ બધી નોંધ રાખવા અલગથી રાખવો પડે પણ ગભરાય એ બીજા પંડીત નહીં. એ તો આંગળા બોળીને ધમધમાવીને બધી સુચનાઓ સાંભળીને તમને પુરી ખવડાવતો રહે.

પાણીપુરી વિશે થોડી જાણી અજાણી વાત
બોલીવુડની ફીલ્મો અને પડોશી ભારતીય સંસ્કૃતિથી પ્રેરિત એવા નેપાળમાં પણ પાણીપૂરી પ્રચલિત થઈ છે. ગુજરાતમાં પાણીપૂરીને ક્યારેક પૂરીપકોડી કે પકોડીપૂરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ૨૦૦૮ની બોલીવુડ ફીલ્મ રબ ને બના દી જોડીમાં હીરો-હીરોઈન વચ્ચે પાણીપૂરી ખાવાની શરત લાગે છે. તો ગોલગપ્પા નામનું એક બાળ માસિક ૧૯૭૦થી દીલ્હીથી પ્રસિદ્ધ થાય છે.
અચ્છા, હાઈજીનીક પાણીપુરી ક્યાં મળે, કેવી મળે ? એની પણ કરીશું વાત. અહીં નજર નાખતા રહેજો.

આ પણ વાંચો : Ice Cream Bhajiya Recipe: આઈસ્ક્રીમના ભજીયા અને ખમણનો આઈસ્ક્રીમ? બનાવવો કે ખાવો છે? તો આ ખાસ વાંચી લેજો

આ પણ વાંચો : Chilli Ice Cream: મરચાંનો આઈસક્રીમ ને આઈસક્રીમના ભજીયા? કવિ કહેવા શું માગે છે ?

Next Article