Yoga Poses : આ 5 યોગાસન તમારી તંદુરસ્તી અને ગ્લોઈંગ ત્વચા માટે ખુબ જ ફાયદાકારક
યોગ શરીરને આંતરિક અને બાહ્ય રીતે સ્વસ્થ (Healthy) અને સુંદર રાખવામાં મદદ કરે છે. ત્યારે આજે અમે તમને એવા પાંચ યોગાસન વિશે જણાવીશુ જે તમારા માટે ખુબ ફાયદાકારક રહેશે.
1 / 5
સર્વાંગાસન - આ આસન રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે. આ આસન દિવસમાં 3 થી 5 વખત કરવામાં આવે તો તમારી ત્વચાને ખીલ, કરચલીઓથી છુટકારો મળે છે.
2 / 5
પદ્માસન - આ યોગ આસન મનને શાંત કરે છે અને તણાવ દૂર કરે છે, શારીરિક અને માનસિક સ્થિતિને સંતુલિત કરવાનું કામ કરે છે, ઉપરાંત ત્વચાની ચમક વધારવા માટે પણ મદદ કરે છે.
3 / 5
ભરદ્વાજાસન - તંદુરસ્ત અને ગ્લોઈંગ ત્વચા માટે પાચન તંત્ર તંદુરસ્ત રહેવુ જરૂરી છે. આ યોગાસન ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે. જે ત્વચાની ચમક માટે ખુબ ફાયદાકારક છે.
4 / 5
ત્રિકોણાસન - આ આસન ફેફસાં, છાતી અને હૃદયને ખોલે છે. ઉપરાંત તે ત્વચાને વધુ ઓક્સિજન પૂરો પાડે છે,જેથી ત્વચા ફ્રેશ અને ચમકદાર રહે છે.
5 / 5
હલાસન - આ આસન કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું રહે છે. તે તમારી ઉંઘ અને જીવનશૈલીમાં સુધારો કરે છે. ઉપરાંત તે તણાવ દૂર કરીને ત્વચાને નિખારવા માટે પણ મદદ કરે છે.
Published On - 11:41 am, Wed, 25 August 21