Raksha Bandhan 2021: આ રક્ષાબંધને ભાઈને આપો સરપ્રાઈઝ, ઘરે જ બનાવો માત્ર 20 મિનિટમાં બની જાય એવી 5 મીઠાઈઓ

|

Aug 20, 2021 | 6:21 PM

રક્ષાબંધને ભાઈ ઘરે આવવાનો હોય એને બજારની મીઠાઈ ખવડાવવાને બદલે સરપ્રાઈઝ આપવી હોય તો આ રહી ક્વીક એન્ડ ઈઝી 5 મીઠાઈની રેસિપી.

1 / 5
નાળિયેરના લાડુ: જો મીઠી અને સૌથી ઝડપી રેસિપી બનાવવી હોય તો નાળિયેરના લાડુથી બેસ્ટ કુછ ભી નહીં. તેને બનાવવા માટે માત્ર બે વસ્તુ જોઈશે. એક તો છીણેલું નાળિયેર અને બીજું કન્ડેન્સ્ડ દૂધ. બસ. તમારે આ બંનેને એક બાઉલમાં મુકીને કણક ન બને ત્યાં સુધી મિક્સ કરવું પડશે. બસ એ બની જાય એટલે તમે નાના લાડુ તૈયાર કરી લો અને ફ્રિજમાં સ્ટોર કરી દો.

2 / 5
સેવૈયાની ખીર: સેવૈયાની ખીર ચોખાની ખીર જેવી જ છે. ચોખાને બદલે તેમાં સેવૈયા નાખવાની હોય છે. આ સેવૈયા ખીર માટે દૂધ, ખાંડ અને સૂકા ફળોની જરૂર પડશે. તે લગભગ 20 મિનિટમાં તૈયાર થઈ જશે. આ પણ એક સરળ અને સ્વાદિષ્ટ રેસીપી છે.

3 / 5
સુજીનો હલવો: આ સ્વાદિષ્ટ રેસિપી સોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેને બનાવવા માટે સોજી, ખાંડ, ઘી અને ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક એવી મીઠાઈ છે જે તમારા મોં (mouth)માં પાણી લાવી શકે છે. તેને બનાવવામાં 15 મિનિટથી ઓછો સમય લાગે છે. તમે સ્વાદ માટે તેમાં એલચીનો ઉપયોગ પણ કરી શકો છો.

4 / 5
દુધના પેંડા: દુધ સૌના ઘરમાં હોય જ. એનાથી મીઠાઈ કે આ પેંડા બનાવવી એકદમ આસાન છે. દૂધના પેંડા અને નારિયેળના લાડુ સરખા જેવા જ સમજો. તફાવત માત્ર એટલો જ છે કે દૂધના પેંડા નારિયેળને બદલે માવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. દૂધ ગરમ કરી ઘટ્ટ માવો બનાવો એમાં ખાંડ ઉમેરો. સ્વાદ માટે ડ્રાયફ્રુટ્સ અને ઈલાયચી પાવડર ઉમેરી શકો છો.

5 / 5
બેસનના લાડુ: આ મીઠાઈ ભારતમાં લોકોને સૌથી વધુ ગમતી મીઠાઈઓમાંની એક છે. તે ચણાના લોટ, પાઉડર ખાંડ અને ઘીમાંથી બનાવવામાં આવે છે. તે તૈયાર કરવા માટે ભાગ્યે જ 20 મિનિટ લે છે. આ બનાવવા માટે પહેલા ચણાના લોટની પેસ્ટ બનાવો, ત્યારબાદ તેમાં પાઉડર ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરો. તેમાં ડ્રાયફ્રુટ્સ ઉમેરો અને નાના લાડુ બનાવો.

Next Photo Gallery