National Mango Day 2022 : ફળોના રાજા કેરીની કહાની છે અનોખી, જાણો ‘ચૌસા’ અને ‘લંગડા’ નામ કેવી રીતે પડ્યા

|

Jul 22, 2022 | 12:42 PM

Mango Day 2022 : કેરી એ ભારતનું રાષ્ટ્રીય ફળ છે. આજે એકલા ભારતમાં લગભગ 25 મિલિયન ટન કેરીનું ઉત્પાદન થાય છે. કેરીની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને દર વર્ષે 22મી જુલાઈના રોજ રાષ્ટ્રીય કેરી દિવસની ઉજવણી કરવામાં આવે છે. જાણો આ દિવસ સાથે જોડાયેલી ખાસ વાતો.

National Mango Day 2022 : ફળોના રાજા કેરીની કહાની છે અનોખી, જાણો ચૌસા અને લંગડા નામ કેવી રીતે પડ્યા
National Mango Day 2022

Follow us on

કેરી કાચી હોય કે પાકી, બંને રીતે ખૂબ જ કેરીને પસંદ કરવામાં આવે છે. લોકો તેને માત્ર ફળ તરીકે જ નહીં, પરંતુ અથાણું, ચટણી, શેક, આઈસ્ક્રીમ અને સ્મૂધી વગેરે તરીકે ખાવાનુ પણ ખુબ પસંદ કરે છે. એકંદરે, કેરી ખૂબ જ લોકપ્રિય ફળ છે. રસદાર અને ખૂબ જ સ્વાદિષ્ટ કેરી (Mango)ની લોકપ્રિયતાને કારણે તેને ફળોનો રાજા કહેવામાં આવે છે અને દર વર્ષે 22 જુલાઈને National Mango Day 2022 તરીકે ઉજવવામાં આવે છે. કેરીને ભારતનું રાષ્ટ્રીય ફળ કહેવામાં આવે છે. રાષ્ટ્રીય કેરી દિવસની ઉજવણીનો હેતુ લોકોને કેરીની સંસ્કૃતિ, સ્વાદ અને પોષણ વિશે માહિતગાર કરવાનો છે. આ માટે વર્ષ 2005માં નેશનલ કેરી બોર્ડની રચના કરવામાં આવી હતી, જે અમેરિકામાં કેરીનો વપરાશ વધારવાનું કામ કરે છે.

કેરીનો ઇતિહાસ

ભારતમાં લગભગ 5000 વર્ષથી કેરીની ખેતી કરવામાં આવે છે. આ સ્વાદિષ્ટ ફળ ભારત, બર્મા (હાલનું મ્યાનમાર) અને આંદામાન ટાપુઓમાં ઉદ્ભવ્યું હોવાનું માનવામાં આવે છે. ભારતમાં સૌપ્રથમ કેરી ઉત્તર પૂર્વના રાજ્યોમાં ઉગાડવામાં આવી હતી. શરૂઆતના સમયમાં દક્ષિણ ભારતમાં કેરીને ‘માંગા’ અને ‘આમકાયા’ કહેવામાં આવતી હતી. એવું કહેવાય છે કે વર્ષ 1498 માં, જ્યારે પોર્ટુગીઝ વેપારીઓ મસાલાના વેપાર માટે ભારતના કેરળ આવ્યા હતા, ત્યારે તેઓ કેરીને ‘મંગા’ તરીકે સંબોધતા હતા. ધીમે ધીમે માંગા શબ્દ જ મેંગોમાં પરિવર્તિત થયો. સમય સાથે કેરી તરીકે તેની લોકપ્રિયતા વધવા લાગી. મુઘલોના શાસન દરમિયાન ભારતમાં કેરીની ખેતીને વધુ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તોતા પરી કેરી, રતૌલ કેરી અને કેસર જેવી જાતો ભારતમાં મુઘલ સમયગાળા દરમિયાન ઉગાડવામાં આવતી હતી. 1700 ઇસવીની આસપાસ કેરી બ્રાઝિલ પહોંચી અને અહીં કેરીના વૃક્ષો વાવવામાં આવ્યા અને 1740 ઇસવીમાં કેરી વેસ્ટ ઈન્ડિઝમાં લોકોની પસંદગી બની ગઈ. આજે કેરી સમગ્ર વિશ્વમાં એક પ્રિય ફળ બની ગઈ છે અને લોકો તેને ભેટ તરીકે એકબીજાને આપે છે.

ભારતનું રાષ્ટ્રીય ફળ

કેરી એ ભારતનું રાષ્ટ્રીય ફળ છે. આજે વિશ્વમાં કેરીની 1500 થી વધુ જાતો છે. ભારતમાં 25 મિલિયન ટન કેરીનું ઉત્પાદન થાય છે. કેરળના કન્નુર જિલ્લાના કન્નપુરમને સ્વદેશી કેરી હેરિટેજ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં કેરીની 200 જાતો ઉગાડવામાં આવે છે. ભારત ઉપરાંત, કેરી પાકિસ્તાન અને ફિલિપાઈન્સના રાષ્ટ્રીય ફળ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

કેરીની જાતોને ‘લંગડા’ અને ‘ચૌસા’ જેવા નામ કેવી રીતે મળ્યા

લંગડા કેરી

કેરીની તમામ વેરાયટીમાં લંગડો કેરી ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે સ્વાદમાં ખાટી અને મીઠી હોય છે. કેરીની વિવિધતાને ‘લાંગડા’ નામ આપવા પાછળ એક રસપ્રદ વાર્તા છે. કહેવાય છે કે બનારસના એક ખેડૂત કે જેઓ એક સમયે વિકલાંગ હતા તેણે પોતાના બગીચામાં આંબાના ઝાડનું વાવેતર કર્યું હતું. તેને તે કેરીનો સ્વાદ ખૂબ જ ગમ્યો અને તેણે તેના વધુ વૃક્ષો વાવ્યા. જ્યારે કેરીની તે વેરાયટી લોકો સુધી પહોંચી તો બધાને તે કેરી ખૂબ જ ગમી. કેરીની આ નવી જાતની ખેતી કરનાર ખેડૂત પોતે વિકલાંગ હતો, તેથી તેણે આ જાતનું નામ ‘લંગડા’ રાખ્યું.

ચૌસા કેરી

‘ચૌસા’ નામ શેર શાહ સૂરી દ્વારા વિવિધ પ્રકારની કેરીને આપવામાં આવ્યું હતું. 1539 માં, બિહારના ચૌસા નામના સ્થળે, શેર શાહ સૂરીએ હુમાયુને યુદ્ધમાં હરાવ્યો. આ પછી તેણે ઉજવણીનું આયોજન કર્યું. આ ઉજવણીમાં તેણે પોતાની મનપસંદ કેરીની જાતનું નામ ‘ચૌસા’ રાખ્યું. ત્યારથી કેરીની વિવિધતા ‘ચૌસા’ નામથી પ્રખ્યાત થઈ છે.

Next Article