Gujarati Love Shayari : કેવી મજાની પ્રેમની દીવાનગી હશે ! કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ…, વાંચો બેસ્ટ ગુજરાતી શાયરી
આ પોસ્ટમાં અમે ફેમસ શાયર દ્વારા લખાયેલી રોમેન્ટિક પ્રેમભરી શાયરીને લઈને આવ્યા છીએ. દરેક વ્યક્તિના જીવનમાં થોડુ રોમાન્સ જરુરી છે બીઝી લાઈફમાંથી થોડો ટાઈમ કાઢી તમારી પ્રેમિકા કે પ્રેમીને આ શાયરી શેર કરો અને તમારા પ્રેમનો ઈઝહાર કરો
love romantic shayari in gujarati
પ્રેમ પર જબરદસ્ત રોમેન્ટિક શાયરી જે તમારા પ્રેમ જીવનને રોમેન્ટિક બનાવશે. પ્રેમનો અહેસાસએ જીવનની સૌથી સુંદર ફિલિંગ્સ છે જેને વ્યક્ત ક્યારેય પ્રેમીઓ તેમના શબ્દોથી કરી શકતા નથી ત્યારે આ રોમેન્ટિક શાયરી તમારા કામ લાગી શકશે. આ શાયરીના માધ્યમથી તમે તમારી લાગણી વિશે તમારા પાર્ટનરને કે તમે જેને પ્રેમ કરી રહ્યા છો તેને કહીને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
- છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.
- પ્રીતની એકપક્ષી રમત થઇ ગઇ,
કેવી નાદાની સંજોગવત થઇ ગઇ.
- હુ ક્યા કહુ છુ આપની હા હોવી જોઇયે,
પણ ના કહો છો એમા વ્યથા હોવી જોઇએ
- કેટલો નજીક છે
આ દુરનો સંબંધ પણ,
હું રડું છું એકલો એ
એ એકલા શરમાય છે.
- કોઈ પગલાં કોઈ પગરવ ન હતાં દૂર સુધી,
તોય મેં ઘરની સીમાઓને સજાવી રાખી,
આપ નહીં આવો, એ નક્કી હતું પણ મેં તોય,
મારા હૈયાથી આ વાતને છાની રાખી.
- હર દમ તને જ યાદ કરુ, એ દશા મળે,
એવું દરદ ન આપ કે જેની દવા મળે,
સોંપી દઉં ખુદાઈ બધી એના હાથમાં,
દુનિયામાં ભૂલથી જો કોઈ બાવફા મળે.
- તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે
– ખલીલ ધનતેજવી
- જીવનભરના તોફાન ખાળી રહ્યો છું,
ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,
છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે.
- એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં,
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.
- કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો