Tree Plantation Benefit: ઘરમાં ઉગાડશો આ પાંચ છોડ તો છે ફાયદા જ ફાયદા, શરીર પર પડશે સકારાત્મક અસર

|

Oct 30, 2021 | 7:37 AM

રોઝમેરી પ્લાન્ટ એન્ટીઑકિસડન્ટોનો ઉત્તમ સ્ત્રોત છે. જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા અને તમારા રક્ત પરિભ્રમણને સુધારવા માંગો છો, તો આ છોડને તમારા ઘરે ચોક્કસ લાવો. તેને એક છોડ તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં તમારી યાદશક્તિ વધારવાના ગુણ પણ હોય છે.

Tree Plantation Benefit: ઘરમાં ઉગાડશો આ પાંચ છોડ તો છે ફાયદા જ ફાયદા,  શરીર પર પડશે સકારાત્મક અસર
Lifestyle: Grow these five plants at home

Follow us on

તમારું ઘર (home) ભલે ગમે તેટલું સુંદર હોય, પરંતુ જો તમારા ઘરમાં છોડ (plants) ન હોય તો ઘર ઝાંખું લાગે છે. એ વાત 100% સાચી છે કે છોડમાં આપણા ઘરની સુંદરતા વધારવાની ક્ષમતા હોય છે. એમાં કોઈ શંકા નથી કે દરેક છોડમાં કોઈને કોઈ ઔષધીય મૂલ્ય હોય છે. છોડ ઘરની સજાવટની એક એવી વસ્તુ છે, જે તણાવ ઘટાડવાની શક્તિ ધરાવે છે. આ લેખમાં અમે તમને એવા 5 છોડ વિશે જણાવી રહ્યા છીએ, જેના ઔષધીય ગુણો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તમે આ 5 જડીબુટ્ટીઓ ઘરમાં રોપી શકો છો

1. તુલસીનો છોડ
તુલસીના પાનનો વ્યાપક ઉપયોગ ગળાના ઈન્ફેક્શન અને સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. તે  પરંપરાગત છોડ છે જેમાં અપાર ઔષધીય ગુણો છે. તુલસીના પાન ગળાની સમસ્યાને સંપૂર્ણપણે શાંત કરે છે અને તે તમામ સ્વાસ્થ્ય સમસ્યાઓ, ખાસ કરીને ગળાની સમસ્યા મટાડી શકે છે. તમે ગરમ પાણીમાં તુલસીના થોડાં પાન ઉમેરી શકો છો અને તેને ધીમે ધીમે પી શકો  છો, જે તમારા ચેપગ્રસ્ત ગળાને  શાંત અસર કરે છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

2. લેમનગ્રાસ
લેમનગ્રાસ, તેની સુગંધ માટે વ્યાપકપણે જાણીતું છે, તેને વારંવાર ઉગાડવાની જરૂર નથી. તમે તેના કેટલાક દાંડીઓને કાપીને તમારી ચામાં ઉમેરી શકો છો અને વધુ સારા સ્વાસ્થ્યનો અનુભવ કરી શકો છો. આ છોડમાં તણાવ, હતાશા અને ચિંતા ઘટાડવાની ક્ષમતા છે. તે હાઈ બ્લડપ્રેશર અને પાચન (High blood pressure and digestion) સમસ્યાઓના નિવારણમાં પણ મદદ કરી શકે છે.

3.અજમો 
અજમાનુંસેવન પેટની સમસ્યાઓથી રાહત મેળવવામાં મદદ કરે છે અને પાચનમાં સુધારો કરી શકે છે. જો તમે અપચો, પેટ ફૂલવું અથવા ગેસની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તેનું સેવન તમને તરત જ રાહત આપી શકે છે. તમે મધ, કાળા મરી અથવા હળદર સાથે અજમાના પાનનું સેવન પણ કરી શકો છો. તમે નાસ્તા દરમિયાન પાંદડાને ડીપ ફ્રાય પણ કરી શકો છો અને તેને તમારા આહારમાં લઈ શકો છો.

4. રોઝમેરી
રોઝમેરી પ્લાન્ટ એન્ટીઑકિસડન્ટ (Antioxidant) નો ઉત્તમ સ્ત્રોત છે. જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા અને તમારા રક્ત પરિભ્રમણને સુધારવા માંગો છો, તો આ છોડને તમારા ઘરે ચોક્કસ લાવો. તેને એ છોડ તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં તમારી યાદશક્તિ વધારવાના ગુણ પણ હોય છે. તે મેટાબોલિઝમ વધારવા માટે પરફેક્ટ છે અને તમારી યાદશક્તિ વધારવા માટે પણ કામ કરે છે. મહત્તમ ફાયદા માટે તમે ચા અથવા ગરમ ઉકળતા પાણીમાં રોઝમેરી પાંદડા ઉમેરી શકો છો.

5. ઓરેગાનો
ઓરેગાનો તેના એન્ટી-બેક્ટેરિયલ ગુણો માટે જાણીતો છે. તે કોષોને થતા નુકસાનને રોકવા અને સ્નાયુઓના દુખાવાની સારવાર કરવાની શક્તિ ધરાવે છે. તમે દરરોજ ઓરેગાનો ચાનો આનંદ માણી શકો છો. તમે તેના પાંદડાને લગભગ 20 મિનિટ સુધી રાંધીને તેનું સેવન કરી શકો છો. જો તમે પાંદડાને કાચા ખાઓ છો, તો તેનો સ્વાદ તીખો હોઈ શકે છે. આ છોડને ઘરે લાવો અને તમારે તેના ફાયદાઓની યાદી બનાવવાની જરૂર પડી શકે છે.

આ પણ વાંચો : Fashion Hack : બેલી ફેટને કવર કરવા માટે અપનાવો આ ટીપ્સ, દરેક આઉટફીટમાં દેખાશો સ્ટાઈલિશ

આ પણ વાંચો : દરરોજ હળદરનું પાણી પીવાના છે ઘણાં સ્વાસ્થ્ય લાભો, વાંચીને તમે પણ કરવા લાગશો ઉપયોગ

Published On - 6:57 am, Sat, 30 October 21

Next Article