Dandruff Home Remedies: માથામાં ખોડાથી પરેશાન? અપનાવો આ ઘરગુથ્થું ઉપચાર અને ડેન્ડ્રફને કરો બાય બાય

|

Jul 07, 2021 | 10:06 PM

અવનવી હેર સ્ટાઈલ કરવા માટે વપરાતા કેમિકલ યુક્ત હેર પ્રોડક્ટસ પણ ક્યારેક આ ડેન્ડ્રફની સમસ્યા માટે જવાબદાર હોય છે. આ ખોડાની સમસ્યાથી બચવા માટે લોકો ઘરેલુ નુસખા અજમાવતા હોય છે.

1 / 9
Home Remedies to Get Rid of Dandruff Naturally: પ્રદૂષણ અને વાળની યોગ્ય સાર-સંભાળના અભાવના કારણે લોકો ખોડા (dandruff)ની સમસ્યાથી પીડાતા હોય છે. અવનવી હેર સ્ટાઈલ કરવા માટે વપરાતા કેમિકલ યુક્ત હેર પ્રોડક્ટસ પણ ક્યારેક આ ડેન્ડ્રફની સમસ્યા માટે જવાબદાર હોય છે. આ ખોડાની સમસ્યાથી બચવા માટે લોકો ઘરેલુ નુસખા અજમાવતા હોય છે તો ચાલી જાણીએ આ સમસ્યાથી બચવા માટે કેટલાક ઘરગુથ્થું ઉપચાર વિશે

2 / 9

લીંબુથી વાળને ધોવા: આપણામાંથી ઘણા લોકો તેવું માને છે કે માથાની ચામડી સૂકી પડવાથી ખોડો થાય છે. પરંતુ આ કારણ તદ્દન ખોટું છે. ખોડો થવા પાછળનું કારણ યીસ્ટ છે. જેના કારણે માથાની મૃત ત્વચાને તે ખાવા માંડે છે. લીંબુની છાલને ઉતારીને તેને 4-5 કપ ગરમ પાણીમાં 15-20 મિનિટ સુધી ગરમ કરો. જ્યારે આ પાણી ઠડું થઈ જાય ત્યારે તેનથી વાળને બરાબર રીતે ધોવા. આ પ્રયોગ સપ્તાહમાં એકવાર કરવાથી યોગ્ય પરિણામ મળે છે.

3 / 9

મેથીથી ઉપચાર: 2 ચમચી મેથીને આખી રાત પાણીમાં પલાળી રાખવી. સવારે તેને પીસીને લેપ બનાવવો. આ લેપને માથામાં ઓછામાં ઓછો 30 મિનિટ સુધી લગાવી રાખવો. ત્યારબાદ વાળને સારી રીતે વોશ કરી નાખવા. આ પ્રયોગને ચાર અઠવાડીયા સુધી અજમાવવાથી ઘણો ફાયદો જણાશે.

4 / 9
લીંબુના રસથી માલિશ: સ્નાન કર્યા પહેલા લીંબુના રસથી વાળમાં હળવા હાથે માલિશ કરવી. 15-20 મિનિટ બાદ બરાબર હેર વોશ કરી નાખવા. આ ઉપચાર માથામાં થતી ચિકાશ દૂર કરશે, ખોડો થતાં અટકાવશે અને વાળને પણ ચમકીલા બનાવશે.

5 / 9
Vinegar: વિનેગર અને પાણીને સમાન માત્રમાં લઈને એક મિશ્રણ બનાવો. આ મિશ્રણને આપના વાળમાં લગાવીને આખી રાત રહેવા દો. બીજા દિવસે બાળકો માટે આવતા સોફ્ટ શેમ્પૂથી વાળને ધોઈ નાખો. આ પ્રયોગથી ખોડામાં અને વાળમાં ઘણો સારો ફરક જણાશે. કહેવામાં આવે છે કે વિનેગાની એસિડિટી (acidity) માથા પરની ચામડી (Scalp)ની મૃત ત્વચા માટે ઘણી અસરકારક સાબિત થાય છે.

6 / 9
દહીં: મોટાભાગના લોકો ડેન્ડ્રફની સમસ્યાથી બચવા માટે આ સામન્ય ઘરેલુ ઉપચાર કરતાં હોય છે. વાળમાં થોડું દહી લગાવીને એક કલાક સુધી તેને રાખી મૂકો. ત્યારબાદ કોઈ સારા સોફ્ટ શેમ્પૂથી વાળને બરાબર વોશ કરો. આ પ્રયોગ સપ્તાહમાં બે વાર કરવાથી ઘણો ફાયદો જોવા મળે છે.

7 / 9
નારિયાળનું તેલ (Coconut Oil): એક ચમચી લીંબુ સાથે 1 ચમચી નારિયળનું તેલ ભેળવીને એક મિશ્રણ તૈયાર કરવું. જેને તમારા વાળમાં લગાવવું. 20થી 30 મિનિટ સુધી રાખ્યા પછી કોઈ સારા માઈલ્ડ શેમ્પૂથી વાળને ધોઈ નાખવા. નાળિયેર તેલ ત્વચાની હાઈડ્રેશનને સુધારવામાં અને ડ્રાયનેસને રોકવામાં મદદ કરી શકે છે, જે ડેન્ડ્રફને વધુ અસર કરી શકે છે. એક રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું છે કે ચામડીને લાગતાં રોગોમાં નાળિયારનું તેલ અકસીર સાબિત થયું છે.

8 / 9
Neem: આયુર્વેદમાં પણ લીમડાના ઔષધીય ગુણનો ખૂબ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખોડાની સમસ્યામાં લીમડો ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. લીમડાના થોડા પાનને લઈને તેને પીસીને લેપ બનાવવો, ત્યારબાદ સીધો જ લેપ માથા પરની રુક્ષ ત્વચા પર લગાવી દેવો. આ લેપને એક કલાક સુધી રાખીને વાળને ધોઈ નાખવા.

9 / 9
Aloe vera: સ્નાન કર્યાના 20 મિનિટ પહેલા વાળમાં કુંવરપાઠુ (Aloe vera) લગાવો, ત્યારબાદ વાળને બરાબર રીતે વોશ કરી નાખો. ખોડાથી રાહત સાથે વાળ પણ મુલાયમ થઈ જશે. એલોવેરા એક પ્રકારનું સુક્યુલન્ટ છે, જે સ્કીન ક્રિમ્સ, કોસ્મેટિક્સ અને લોશનમાં વારંવાર ઉપયોગમાં લેવામાં આવે છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે એલોવેરાની એન્ટિબેક્ટેરિયલ અને એન્ટીફંગલ પ્રકૃતિને કારણે Dandruffને રોકવામાં ઘણી મદદ મળે છે.

Next Photo Gallery