Health Care : સવારે ઉઠતાની સાથે જ પગની એડીમાં દુઃખાવાની ફરિયાદ હોય તો આ રહ્યા તેને દૂર કરવાના ઘરેલુ ઉપાય

|

Apr 20, 2022 | 8:13 AM

મસાજ(Massage ) એ શરીરમાં રહેલી ખેંચાણ અથવા પીડાને દૂર કરવા માટે વધુ સારી રીત માનવામાં આવે છે. સવારે ઉઠ્યા પછી, હીલ મસાજની રૂટીન બાંધવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે સવારે સરસવનું તેલ લઈને એડી અને પગની હળવા હાથે માલિશ કરો

Health Care : સવારે ઉઠતાની સાથે જ પગની એડીમાં દુઃખાવાની ફરિયાદ હોય તો આ રહ્યા તેને દૂર કરવાના ઘરેલુ ઉપાય
Home Remedies for foot pain (Symbolic Image )

Follow us on

પગની એડી એટલે કે હીલ (Heels ) નો દુખાવો આપણા આખા દિવસને અસર કરી શકે છે. લોકો ઘણીવાર આ દર્દને (Pain ) નજરઅંદાજ કરી દે છે, પરંતુ આ ભૂલ ભવિષ્યમાં મોટી સમસ્યા(Problem ) બની શકે છે. ઘણી વખત લોકો સવારે ઉઠ્યા પછી એડીમાં દુખાવાની ફરિયાદ કરે છે. એવું જોવામાં આવ્યું હતું કે મોટાભાગના લોકો તેને સામાન્ય સમસ્યા તરીકે ગણે છે અને તેઓ દિવસભર ચાલવા અથવા બળપૂર્વક ઉઠવાનો પ્રયાસ કરે છે. આ સમસ્યા પાછળ શરીરમાં પોષક તત્વોની ઉણપ અથવા અન્ય કારણો હોઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આર્થરાઈટિસના રોગને કારણે તમને પગની ઘૂંટીઓમાં પણ દુખાવો થઈ શકે છે. જો તમને પણ સવારે ઉઠ્યા પછી પગની ઘૂંટીમાં દુખાવો થતો હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાય પણ અપનાવી શકાય છે. આ લેખમાં, અમે તમને આ ટીપ્સ વિશે જણાવીશું.

યોગ્ય આહાર

યોગ્ય આહાર દ્વારા કોઈપણ શારીરિક સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકાય છે. જો તમને પગની ઘૂંટીમાં દુખાવાની ફરિયાદ હોય તો ડોક્ટરની સલાહ લો અને તમારા આહારમાં સુધારો કરો. વિટામિન ડી ધરાવતી વસ્તુઓનું સેવન કરવાનું શરૂ કરો, કારણ કે તેની ઉણપ જ પગની એડીમાં દુખાવો થવાનું મુખ્ય કારણ છે.

બરફનો શેક

જો તમને સવારે ઉઠ્યા પછી એડીમાં દુખાવો થતો હોય તો તે માટે બરફનો શેક લેવાનું શરૂ કરો. આ માટે ટુવાલમાં બરફનો ટુકડો લો અને તેને પગની એડી પર શેક લો. આવું માત્ર 15 મિનિટ કરો અને પછી ઠંડા પાણીથી પગ ધોઈ લો.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

માલિશ

મસાજ એ શરીરમાં રહેલી ખેંચાણ અથવા પીડાને દૂર કરવા માટે વધુ સારી રીત માનવામાં આવે છે. સવારે ઉઠ્યા પછી, હીલ મસાજને રૂટીન કરવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે સવારે સરસવનું તેલ લઈને એડી અને પગની હળવા હાથે માલિશ કરો.

યોગ

જો તમે ઈચ્છો તો નિયમિત રીતે યોગ કરીને પણ આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. કહેવાય છે કે આજના યુગમાં સ્વસ્થ રહેવા માટે યોગ કરવો ખૂબ જ જરૂરી છે. એડીના દુખાવા માટે તમારે ગોમુખાસન અને બાલાસન યોગાસન કરવા જોઈએ. આ યોગાસનો કરવાથી તમારું શરીર ખેંચાઈ શકશે અને સ્નાયુઓમાં ખેંચાણને કારણે તેમાં રહેલો દુખાવો દૂર થઈ જશે.

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

આ પણ વાંચો :

Child Care : શું તમારા બાળકને ભૂખ નથી લગતી ? તો આ રહ્યા તેની ભૂખ વધારવાના ઉપાય

Vitamin C : લીંબુ મોંઘા લગતા હોય તો વિટામિન સી ના સેવન માટે આ રહ્યા બીજા વિકલ્પો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article