દિવાળી દરમિયાન ઘરે જ બનાવો પૂજાનો પ્રસાદ, આ છે સૌથી સરળ રીત

|

Nov 01, 2023 | 4:49 PM

Breaking News, Gujarat latest News, Gujarat Samachar, Breaking News gujarati, news gujarati samachar, breaking news live updates, Gujarati latest News, latest News, Gujarati News, Gujarati Samachar, latest news, Gujarat live updates, online Gujarati News, Latest and Breaking News, ગુજરાતી સમાચાર, ગુજરાતી ન્યૂઝ, બ્રેકીંગ ન્યૂઝ, ગુજરાતી લેટેસ્ટ ન્યૂઝ, ગુજરાત સામાચાર, બ્રેકીંગ ન્યૂઝ ગુજરાતી, ગુજરાતી, ન્યૂઝ

દિવાળી દરમિયાન ઘરે જ બનાવો પૂજાનો પ્રસાદ, આ છે સૌથી સરળ રીત

Follow us on

દિવાળી પર માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. દેવી લક્ષ્મીને સફેદ રંગનો પ્રસાદ ચોક્કસ ચઢાવવામાં આવે છે, તહેવારોમાં લોકો અનેક પ્રકારની મીઠાઈઓ બનાવે છે. તમે દિવાળીના પર્વમાં અલગ અલગ પ્રસાદ બનાવી માતાજીને અર્પણ કરી શકો છો. તો ચાલો આજે આપણે જાણીએ ક્યાં ક્યાં પ્રસાદ તમે બનાવી શકો છો, અને તેને બનાવવાની રીત વિશે.

ચોખા અને મખાનાની ખીર

ચોખા અને મખાનાની સ્વાદિષ્ટ ખીર બનાવવા માટે 50 ગ્રામ મખના, 100 ગ્રામ ચોખા, 6-7 એલચી, 2 લીટર દુધ, એક કટોરી ખાંડ, કાજુ, બદામ, કિશમિશ અને અન્ય તમારા મનપસંદ ડ્રાયફ્રુટ્સ પણ તમે લઈ શકો છો.

ચોખા અને મખાના ખીર બનાવવાની રીત

સૌથી પહેલા તમે મખાનાને રોસ્ટ કરી લો. 5 મિનિટ સુધી મખાનાને રોસ્ટ કરો. ત્યારબાદ મખાનાને એક બાઉલમાં કાઢી લો. સામગ્રી અનુસાર તપેલીમાં દુધ નાંખો. 5 મિનિટ બાદ તેમા ચોખા ઉમેરી દો. સાથે તમે એલચી પણ નાખી શકો છો. ત્યારબાદ મખાના ઉમેરી ધીમી આંચે ખીરને પકવો. ત્યારબાદ તેમા ડ્રાય ફ્રુટસ ઉમેરી દો. બસ તહેવારોમાં ભગવાનને ભોગ ધરાવવા માટે તૈયાર છે તમારી ચોખા અને મખાનાની સ્વાદિષ્ટ ખીર,

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

નારિયળના લાડુ

નારિયળના લાડુ બનાવવા માટે તમારે કોપરું લેવાનું રહેશે કાં પછી બજારમાં નારિયળનું ખમણ પણ સરળતાથી મળે છે. જે અંદાજે 3 બાઉલ જેટલું હોવું જોઈએ એટલે કે, 300 ગ્રામ, દેશી ધી, 1 અડધો કપ દુધ, 1 કપ ખાંડ, અડધો કપ મિલ્ક પાઉડર

નારિયળના લાડુ બનાવવાની રીત

કડાઈમાં નારિયળનું ઝીણું ખમણ ઉમરો તેને ગેસ પર મધ્યમ આંચે શેકો. ત્યારબાદ તેમાં જરુર મુજબ ઘી ઉમેરો ત્યારબાદ તેમાં ઉપરથી દુધ ઉમેરો, તેને હલાવતા રહો જ્યાં સુધી સરખું મિક્સ ન થાય. મિક્સ થઈ ગયા પછી તેમાં ખાંડ નાખી દો.

હલવો બનાવવાની રીત

રવો, ખાંડ, મિક્સ ડ્રાય ફુટ્સ,એલચી પાઉડર, દેશી ધી.

હલવો બનાવવા માટે સૌથી પહેલા એક કડાઈમાં ધી ગરમ કરો ત્યારબાદ તેમાં રવો(સોજી) નાંખો થોડી વાર તેને શેકી લો, ત્યારબાદ તેમાં જરુરિયાત મુજબ પાણી ઉમેરો ત્યારબાદ તેમાં જરુર મુજબ ખાંડ નાંખી દો, જ્યાં સુધી પાણી ન રહે ત્યાં સુધી હલવાને હલાવતા રહો ત્યારબાદ ડ્રાયફ્રુટસ અને એલચી પાઉડર ઉમેરો દો, બસ તમારો હલવો તૈયાર છે જે તમે પ્રસાદ તરીકે માતાજીને અર્પણ કરી શકો છો. આ હલવો કથામાં બનાવવામાં આવે છે.

આ પણ વાંચો : કરવા ચોથ 2023: દેખો ચાંદ આયા ચાંદ નજર આયા, જાણો તમારા શહેરમાં ક્યારે દેખાશે ચંદ્ર

લાઈફસ્ટાઈલના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 1:50 pm, Wed, 1 November 23

Next Article