દિવાળી પર ઘરે આવેલા મહેમાનોનું જીતો દિલ, આ રીતે ભોજનને ડોકોરેશન કરીને પીરસો, જુઓ વીડિયો

દિવાળી પર મહેમાનો ઘરે આવતા-જતાં રહેતા હોય છે. નવા વર્ષે વડિલો આશીર્વાદ આપવા આવતા હોય છે અથવા નજીકના સગા-સંબંધીઓ ઘરે શુભેચ્છાઓ પાઠવવા આવે છે. મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવું એ ગુજરાતી લોકોના લોહીમાં રહેલું છે. એટલે તો કહેવાયું છે કે, મારા કાઠીયાવાડમાં કો'ક દિ ભૂલો પડ ભગવાન, તને ગોકુળ ભુલાવું શામળા.

દિવાળી પર ઘરે આવેલા મહેમાનોનું જીતો દિલ, આ રીતે ભોજનને ડોકોરેશન કરીને પીરસો, જુઓ વીડિયો
Food Decoration
| Updated on: Nov 04, 2023 | 2:41 PM

મહેમાનો ઘણીવાર નાસ્તો કર્યા વિના જ જતા રહેતા હોય છે. લોકો આપણા ઘરે જમે અથવા નાસ્તો કરે અને તેનું મન રાજી થાય તેવા આઈડિયા અહીં આપવામાં આવ્યા છે. ડિશ જોતાં જ લોકોનું જમવા માટે લલચાય અને રંગબેરંગી અને સર્જનાત્મક વસ્તુઓ જોઈને ઘરની ગૃહિણીના પણ વખાણ થાય તેનાથી વધુ સારી શું બાબત હોય શકે. નાસ્તાને અથવા જમવાને રચનાત્મક રીતે સજાવીને મહેમાનોના સેવા કરી શકો છો.

સ્વીટ ડિશ : ઘરે બનાવેલી કે બહારથી લાવેલી મીઠાઈઓને ડિશમાં આવી રીતે ગોઠવીને તમે મહેમાનોને ખુશ કરી શકો છો.

ફ્રુટ ડિશ : ઘરે આવેલા અતિથિ જો ડાયટ પર હોય તો તેને તમે હેલ્ધી ફ્રુટ ડિશ બનાવીને આપી શકો છો અને એ પણ આકર્ષક ડિઝાઈન સાથે.

ચોકલેટ ડિશ : નાના બાળકોને ચોકલેટ ખૂબ જ પસંદ હોય છે. તો નાના બાળકો માટે અલગ અંદાજમાં ચોકલેટ બનાવીને મજા કરાવી શકો છો.

નાસ્તા ડિશ : ઘરે ઘુઘરા બનાવ્યા હોય તો તેને અલગ રીતે જ ડિઝાઈન તૈયાર કરો અને મહેમાનોને પીરસો.

Published On - 2:30 pm, Sat, 4 November 23