શું તમને પણ છે ઉંઘ નહી આવવાની સમસ્યા ? તો અજમાવો આ ઉપાય, આવશે ગાઢ નિદ્રા

|

Jul 17, 2022 | 3:27 PM

લોકો આખી રાત જાગતા રહે છે અને સવારે મોડે સુધી સૂવાની ટેવ હોય છે. આવી સ્થિતિમાં અનેક બીમારીઓ પણ તમને ઘેરી શકે છે.આજે અમે તમને સારી ઉંઘ માટેના કેટલાક નિયમો વિશે જણાવીશું.

શું તમને પણ છે ઉંઘ નહી આવવાની સમસ્યા ? તો અજમાવો આ ઉપાય, આવશે ગાઢ નિદ્રા
Sleep, Meditation, Sleep Music, Sleep Sounds, Lifestyle

Follow us on

આજ કાલ બગડતી લાઈફસ્ટાઈલ (Lifestyle)ના કારણે લોકોને ઊંઘની સમસ્યા ખુબ સામાન્ય બની ગઇ છે. મોટે ભાગે મોડે સુધી મોબાઇલ વાપર્યા પછી જલદી ઉંઘ આવવામાં તકલીફ થાય છે, લોકો આખી રાત જાગતા રહે છે અને સવારે મોડે તેમને સૂવાની ટેવ હોય છે. આવી સ્થિતિમાં અનેક બીમારીઓ પણ તમને ઘેરી લે છે. અથવા તો અમુક લોકોની ઊંઘ અધવચ્ચે જ તૂટી જાય છે. અનિદ્રા (insomnia)ની સમસ્યાને દૂર કરવા માટે, કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સને અનુસરવી પડશે. જો તમને પણ રાત્રે સારી ઊંઘ નથી આવતી તો અહીં જણાવેલી કેટલીક ટિપ્સ અપનાવો.

સૂવાનો સમય સેટ કરો

વ્યસ્ત શિડ્યુલને કારણે લોકોની ઊંઘની દિનચર્યા ખૂબ જ ખરાબ છે. જો તમને ઊંઘ આવવામાં તકલીફ થઈ રહી છે, તો તમારે આ ખરાબ આદત છોડી દેવી પડશે. તમે તમારો સૂવાનો સમય જાતે સેટ કરો. આવી સ્થિતિમાં, તમારી આદત બની જશે કે તમારે આ સમયે સૂવું પડશે.

બેડરૂમ સાફ રાખો

સારી ઊંઘ માટે, તમારે પહેલા તમારા રૂમ અને પથારીને સાફ રાખવાની જરૂર છે. સ્વચ્છ અને સુંદર રૂમ વ્યક્તિને આપોઆપ સારી ઊંઘ આપે છે. જો તમે ઈચ્છો તો તમારા રૂમમાં લવંડર ઓઈલ અથવા લવંડર પરફ્યુમ પણ છાંટી શકો છો.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

આ વસ્તુઓથી દૂર રહો

ગાઢ અને સારી ઊંઘ માટે સૂતા પહેલા કેટલીક વસ્તુઓથી અંતર રાખો. ખાસ કરીને સૂવાના 1 થી 2 કલાક પહેલા ટીવી અને મોબાઈલથી અંતર રાખો. તેનાથી તમને સારી ઊંઘ આવશે.

સ્વસ્થ આહાર પસંદ કરો

ઊંઘ સુધારવા માટે આહાર પણ જરૂરી છે. સારી ઊંઘ માટે સારા ડાયટ ફોલો કરો. સારો ખોરાક તમને ગાઢ નિંદ્રા તરફ પણ લઈ જાય છે. રાત્રે તમે ગરમ દૂધ પીને સૂઈ જાઓ. ઉપરાંત કેફિન, જેવા કે ચા, કોફિ વગેરે સુવાના 2-3 કલાક પહેલા ન પીવો, તેનાથી તમને સારી અને ગાઢ ઊંઘ આવશે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Next Article