Fashion Hack : બેલી ફેટને કવર કરવા માટે અપનાવો આ ટીપ્સ, દરેક આઉટફીટમાં દેખાશો સ્ટાઈલિશ

|

Oct 24, 2021 | 11:25 PM

ઘણી વખત મહિલાઓને સ્ટાઇલિશ અને ફીટીંગ વાળા કપડાં પહેરવા ગમે છે, પરંતુ બેલી ફેટના કારણે તેઓ ઢીલા કપડા પહેરતા હોય છે. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેને અનુસરવાથી તમારું પેટ પણ દેખાશે નહીં અને તમે સ્ટાઇલિશ પણ લાગશો.

Fashion Hack : બેલી ફેટને કવર કરવા માટે અપનાવો આ ટીપ્સ, દરેક આઉટફીટમાં દેખાશો સ્ટાઈલિશ
belly fat

Follow us on

Fashion Hack : ઘણીવાર લોકોનું વજન વધારે હોતું નથી, પરંતુ તેમના પેટની આસપાસ ચરબી જામેલી હોય છે. જેનાથી પેટની ચરબી (belly fat) તેમનો લુક બગાડે છે. આ કારણોસર આઉટફીટ બેલી ફેટ હોવાને કારણે ફિટ નથી થઈ શક્તું. આવી સ્થિતિમાં, પેટની આ ચરબીને ઘટાડવા માટે મહિલાઓ તેમનું વજન ઘટાડવા માટે પ્રયાસ પણ કરે છે, પરંતુ તેમ છતાં તેઓને કોઈ નક્કર પરિણામ મળતા નથી.

આવી સ્થિતિમાં પેટની ચરબીને કારણે મહિલાઓ ઘણા આઉટફિટ પહેરી શકતી નથી. ત્યારે આને દૂર કરવા માટે, તમારે તમારા જીવનમાં કેટલીક નાની નાની ટિપ્સને ફોલો કરવી પડશે. પરંતુ જો તમારે ક્યાંક ફરવા જવાનું હોય અને તમે ઇચ્છતા હો કે તમારું વજન થોડું ઓછું દેખાય, તો આ માટે તમારે કેટલીક સ્ટાઇલિશ ટિપ્સ જરૂરથી ધ્યાનમાં રાખવી જોઇએ. જેનાથી સામેથી તમારું વજન ઓછું લાગશે અને તમે એકદમ સ્ટાઇલિશ પણ દેખાશો. તો આજે અમે તમને કેટલાક એવા જ આઉટફિટ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જે પહેરવાથી તમારા પેટની ચરબી ઓછી દેખાશે.

હાઈ વેસ્ટ જીન્સ (high vest jeans)

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

જો તમારી બેલી ફેટ  હોય હાઈ વેસ્ટ જીન્સ તમને આને છુપાવવામાં બેસ્ટ આઉટફીટ છે. આ જિન્સ સાથે, તમે રફલ ટોપ પહેરીને અપર બોડી ફેટને પણ  છુપાવી શકો છો.

ફ્લેર્ડ કુર્તી (flared kurti)

પેટની ચરબી છુપાવવા માટે ફ્લેર્ડ કુર્તી પણ સારો વિકલ્પ છે. આને પહેરવાથી તમારા પેટની ચરબીની સાથે હિપ્સની ચરબી પણ દેખાશે નહી, આના કારણે તમારો લુક અને સ્ટાઇલ ખૂબ જ સારી દેખાશે.

બોડી શેપર (body shaper)

જો તમે જમ્પસૂટ અથવા ઈન્ડિયન ડ્રેસીસ પહેરવા જઈ રહ્યા છો અને પેટની ચરબીને કારણે તમે તેને પહેરી શકતા નથી, તો તમારે આ પ્રકારના આઉટફિટ પહેરતા પહેલા બૉડી શેપર જરૂર પહેરવું  જોઈએ, જેનાથી તમારી બોડી શેપમાં દેખાશે અને તમે ખૂબ સારા લાગશો.

રફલ સાડી (ruffle saree)

પરંપરાગત સાડીને બદલે રફલ સાડી પહેરવી જોઈએ, આનાથી તમે તમારા પેટની ચરબીને સરળતાથી છુપાવી શકો છો. જો તમે ઇચ્છો તો, તમે તેની સાથે એથનીક પટ્ટો પણ કેરી કરી શકો છો. આ પ્રકારની સાડી સાથે તમે હવે બેલ સ્લીવ્સ વાળું બ્લાઉઝ પહેરી શકો છો.

ગાઉન (Gown)

પાર્ટી કે તહેવારની આ સિઝન માટે ગાઉન પણ સારો વિકલ્પ છે. ગાઉન પહેરવાથી તમારા પેટની ચરબી પણ સરળતાથી ઢંકાઈ જાય છે. તમે ડાર્ક કલરના ગાઉનથી ચરબી છુપાવી શકો છો.

 

આ પણ વાંચો :  Ajab Gajab : આ જગ્યાની માટીને મસાલાની જેમ ખાઈ શકાય છે ! ચોંકી ગયા ને ? વાંચો અહેવાલ

Next Article