Hibiscus Skin Care Tips: જાસૂદ ફૂલનો ઉપયોગ સામાન્ય રીતે પૂજામાં થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ ફૂલ તમારા વાળ અને ત્વચા માટે પણ ખૂબ જ લાભદાયક છે. સુંદર ત્વચા માટે તમે તેનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. તે તમારા ચહેરા પર કુદરતી ચમક લાવે છે. જાસૂદના ફૂલોમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ ત્વચા માટે ખૂબ સારુ છે.આ ફુલ ત્વચાને સનટેનથી થતા નુકસાનથી બચાવવાનું કામ કરે છે.
તમે જાસૂદ ફૂલોના ઉપયોગની વાત કરીએ તો તમે ઘણી રીતે ફેસ પેક પણ તૈયાર કરી શકો છો. આ પેસ્ટ ત્વચાના છિદ્રો ખોલે છે. ત્વચાના ડાઘ અને ફોલ્લીઓ દૂર કરે છે. યુવી કિરણોથી રક્ષણ આપે છે. ચાલો જાણીએ કે તમે કઈ રીતે ત્વચા માટે જાસૂદ ફૂલનો ઉપયોગ કરી શકો છો.
આ પણ વાંચો : Skin care : બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યા વગર ગ્લોઈંગ સ્કિન મેળવવા માંગો છો તો આજથી જ આ શાકભાજી ખાવાનું શરૂ કરો
આ માટે એક બાઉલમાં 2 ચમચી જાસૂદના ફુલનો પાવડર લો. તેમાં પાણી મિક્સ કરો. જાસૂદના ફૂલોની પેસ્ટ ચહેરા અને ગરદન પર થોડો સમય લગાવો. આ પેસ્ટને ત્વચા પર 20 મિનિટ સુધી રાખો. આ પછી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2 થી 3 વાર આ પેકનો ઉપયોગ કરી શકો છો.
આ પેસ્ટ બનાવવા માટે 2 ચમચી જાસૂદના ફુલનો પાવડર લો. તેમાં જરૂર માત્રામાં દૂધ ઉમેરો. આ પેસ્ટને ત્વચા પર 10 મિનિટ સુધી લગાવો. આ પછી, ત્વચાને સાદા પાણીથી સાફ કરો. તમે અઠવાડિયામાં 2 કે 3 વખત આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.
જાસૂદના ફુલને થોડા દિવસો સુધી સૂકવવા દો. હવે તેને પાવડર બનાવી લો. હવે ગ્રીન ટી બનાવો. તેને ઠંડી થવા દો. હવે જાસૂદ પાવડરમાં 2 ચમચી ગ્રીન ટી મિક્સ કરો. આ પેકને ગરદન અને ચહેરા પર વીસ મિનિટ માટે રહેવા દો. અઠવાડિયામાં બે વાર આ પેકનો ઉપયોગ ચહેરા પરથી ડાઘ અને ફોલ્લીઓ દૂર કરવામાં મદદ કરે છે.
તાજા એલોવેરા જેલને 2 ચમચી જાસૂદના ફૂલનો પાવડરમાં મિક્સ કરો. આ પેકને ત્વચા પર 15 મિનિટ સુધી રાખો. બાદમાં તેને સાદા સ્વચ્છ પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર એલોવેરા અને જાસૂદના ફૂલોના પેકનો ઉપયોગ કરી શકો છો. આ પેક તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે.
નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.