Summer Tips : સનસ્ક્રીન લગાવ્યા પછી પણ ચહેરા પર દેખાય છે કાળાશ, તો આ કારણો હોઇ શકે છે

|

Apr 17, 2022 | 12:42 PM

Summer Tips: મોટાભાગના લોકો ત્વચા પર સનસ્ક્રીન લગાવતી વખતે ઘણી ભૂલો કરે છે અને તેના કારણે તેમના ચહેરા પર કાળાશ દેખાવા લાગે. આ લેખમાં, અમે તમને આવા જ કેટલાક કારણો વિશે જણાવીશું, જે જાણ્યા પછી તમે સનસ્ક્રીનનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શરૂ કરશો.

Summer Tips : સનસ્ક્રીન લગાવ્યા પછી પણ ચહેરા પર દેખાય છે કાળાશ, તો આ કારણો હોઇ શકે છે
Skin-tanning-issue (symbolic image)

Follow us on

Summer Tips : ઉનાળો હોય કે શિયાળો દરેક ઋતુમાં ચહેરા પર સનસ્ક્રીન લગાવવું ખૂબ જ જરૂરી છે. લોકો એવું વિચારે છે કે તડકા અને ગરમીને કારણે ચહેરા પર તડકા અથવા ટેનિંગ થાય છે અને આ સ્થિતિમાં ચહેરો કાળો દેખાવા લાગે છે. જો કે ચહેરા પર કાળાશ આવવાનું કારણ બીજુ પણ હોઈ શકે છે, પરંતુ તમને જણાવી દઈએ કે હવામાનમાં રહેલી ગંદકી પણ ત્વચાને કાળી બનાવી શકે છે. તેથી તમે બહાર જાઓ કે ઘરે, દિવસમાં બે વાર સનસ્ક્રીન (Sunscreen) અવશ્ય લગાવો. એવું પણ જોવામાં આવ્યું છે કે લોકો પોતાની સ્કિન કેર (Skin Care)રૂટીનમાં સનસ્ક્રીનનો પણ સમાવેશ કરવામાં આવે છે. સનસ્ક્રીન લગાવવા છતાં, કેટલાક લોકો ચહેરા અથવા ત્વચા પર કાળાશની સમસ્યાથી પરેશાન રહે છે. ચહેરા પર ડાર્કનેસ આખો લુક બગાડી શકે છે.

નિષ્ણાતોના મતે, મોટાભાગના લોકો ત્વચા પર સનસ્ક્રીન લગાવતી વખતે ઘણી ભૂલો કરે છે અને તેના કારણે તેમના ચહેરા પર કાળો પડી જાય છે. આ લેખમાં, અમે તમને આવા જ કેટલાક કારણો વિશે જણાવીશું, જે જાણ્યા પછી તમે સનસ્ક્રીનનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શરૂ કરશો.

સનસ્ક્રીનના યોગ્ય ઉપયોગને લગતી આ ટીપ્સને અનુસરો

  1. લોકો એવું વિચારે છે કે જો તેમણે સનસ્ક્રીન લગાવ્યું છે, તો તેમની ત્વચાને વધુ નુકસાન નહીં થાય, જ્યારે એવું વિચારવું ખોટું છે. આ માટે યોગ્ય પદ્ધતિ અનુસરવી જરૂરી છે. સનસ્ક્રીન લગાવ્યાના અડધા કલાક પછી તમારે ઘરની બહાર નીકળી જવું જોઈએ. એવું કહેવાય છે કે જો તમે સનસ્ક્રીન લગાવ્યા પછી તરત જ ઘરની બહાર નીકળો તો તે અસરકારક નથી.
  2. તમારી ત્વચાના પ્રકાર પ્રમાણે સનસ્ક્રીન પસંદ કરવી જોઈએ. લોકો ત્વચાના પ્રકાર પર ધ્યાન આપતા નથી અને આવી સ્થિતિમાં તેમની ત્વચા પર પિમ્પલ્સ અથવા ખીલની સમસ્યા રહે છે. આ સમસ્યાઓ ડાઘનું સ્વરૂપ લે છે અને એક સમયે ત્વચા કાળી અને નિસ્તેજ દેખાવા લાગે છે. જો તમારી ત્વચા તૈલી હોય તો તેના માટે જેલ આધારિત સનસ્ક્રીન ન લગાવો, કારણ કે તે જવાનો ડર રહે છે. જો તમે ઇચ્છો, તો તમે મેટ ફિનિશ સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકો છો.
  3. આજનું રાશિફળ તારીખ : 19-05-2024
    ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
    Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
    લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
    આજનું રાશિફળ તારીખ : 18-05-2024
    ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
  4. સનસ્ક્રીન પર આપવામાં આવેલ SPF લેવલ મહત્વની ભૂમિકા ભજવે છે. નિષ્ણાતોના મતે, લોકોએ ઉનાળામાં ત્વચાની સંભાળ દરમિયાન વધારે એસપીએફ (SPF)સાથે સનસ્ક્રીન પસંદ કરવી જોઈએ. જો કે, નિષ્ણાત અથવા ડૉક્ટરની સલાહ પર, યોગ્ય SPF સાથે સનસ્ક્રીનને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવવો જોઈએ.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

આ પણ વાંચો :જામીન પર મુક્તિ બાદ યુવરાજસિંહ જાડેજાનું નિવેદન, ”હવે યુવા નવ નિર્માણ સેનાની શરુઆત કરીશુ,જે વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવશે ”

આ પણ વાંચો :OMG ! આ છે સૌથી મોટી ‘ભારતીય થાળી’, જેને ખતમ કરવામાં લોકોના પરસેવા છુટી જાય છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

Next Article