
કાચું દૂધઃ દૂધમાં રહેલા પોષક તત્વો ભમરનો વિકાસ સારી રીતે કરી શકે છે. આ માટે બે ચમચી દૂધ લો અને તેને હળવા હાથે આઈબ્રો પર લગાવો. લગભગ 5 મિનિટ સુધી તેની મસાજ કરો અને પછી સવારે તેને ઠંડા પાણીથી દૂર કરો.

એલોવેરાઃ એલોવેરાને સૌંદર્યની સંભાળમાં એક મહાન ઘટક માનવામાં આવે છે. તમારી આઇબ્રો પર એલોવેરા જેલ લગાવો અને તેને 30 મિનિટ સુધી રહેવા દો. હવે તેને આંગળીઓથી હળવા હાથે મસાજ કરો અને હૂંફાળા પાણીથી કાઢી લો.
Published On - 11:39 pm, Tue, 15 March 22