Baal Aadhaar: 5 વર્ષ સુધીના બાળકો માટે કેવી રીતે બને છે આધાર કાર્ડ, જાણો અહીં સંપૂર્ણ પ્રક્રિયા

|

May 07, 2022 | 10:19 PM

Baal Aadhaar: 5 વર્ષ સુધીના બાળકો માટે ખાસ વાદળી રંગનું આધાર કાર્ડ બનાવવામાં આવે છે, જે બાલ આધાર તરીકે ઓળખાય છે. UIDAI, આધાર કાર્ડ બનાવતી સરકારી એજન્સી, તેના તમામ આધાર કેન્દ્રોમાં બાળકો માટે પણ આધાર કાર્ડ બનાવે છે.

Baal Aadhaar: 5 વર્ષ સુધીના બાળકો માટે કેવી રીતે બને છે આધાર કાર્ડ, જાણો અહીં સંપૂર્ણ પ્રક્રિયા
Baal Aadhaar

Follow us on

હાલમાં આધાર કાર્ડ (Aadhaar Card) આપણા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. હવે આધાર કાર્ડ માત્ર વડીલો માટે જ નહીં, બાળકો માટે પણ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. આધાર વગર તમારા બાળકો કોઈપણ સરકારી યોજનાનો લાભ લઈ શકતા નથી. એટલું જ નહીં હવે સ્કૂલમાં એડમિશન માટે પણ બાળક (child)નું આધાર હોવું ખૂબ જ જરૂરી છે. જો તમે હજુ સુધી તમારા બાળકનું આધાર કાર્ડ નથી બનાવ્યું તો આવનારા સમયમાં તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી, શક્ય તેટલી વહેલી તકે તમારા બાળકનું આધાર કાર્ડ બનાવી લો. તમારી સુવિધા માટે અમે અહીં તમને આધાર બનાવવાની ખૂબ જ સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ.

5 વર્ષ સુધીના બાળકો માટે માતાપિતાએ બાયોમેટ્રિક્સ લેવું પડશે

5 વર્ષ સુધીના બાળકો માટે ખાસ વાદળી રંગનું આધાર કાર્ડ બનાવવામાં આવે છે, જે બાલ આધાર તરીકે ઓળખાય છે. UIDAI, આધાર કાર્ડ બનાવતી સરકારી એજન્સી, તેના તમામ આધાર કેન્દ્રોમાં બાળકો માટે પણ આધાર કાર્ડ બનાવે છે. જો તમે તમારા 5 વર્ષ સુધીના બાળક માટે આધાર બનાવવા માંગો છો તો તમારે પહેલા તમારા નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે. આધાર કેન્દ્ર પર ગયા પછી ત્યાંથી નોંધણી ફોર્મ લો અને બાળકની તમામ જરૂરી માહિતી જેમ કે નામ, પિતાનું નામ, ઘરનું સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર ભરીને સબમિટ કરો. ફોર્મ સબમિટ કર્યા પછી તમારા બાળકનો ફોટોગ્રાફ લેવામાં આવશે. નાના બાળકોના ફિંગરપ્રિન્ટ્સ અને આઈરિસ સ્કેન બદલાઈ શકે છે, તેથી ફિંગરપ્રિન્ટ્સ અને આઈરિસ સ્કેન તેમના માતાપિતામાંથી કોઈ એક પાસેથી લેવામાં આવશે.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયાના થોડા દિવસો પછી આધાર ઘરે આવી જશે

આધાર બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી સ્ક્રીન પર બાળક સંબંધિત તમામ માહિતીને યોગ્ય રીતે તપાસો અને જો કોઈ ભૂલ દેખાય તો તરત જ તેને સુધારી લો. એકવાર બાળકના આધાર કાર્ડની નોંધણી થઈ જાય પછી તમને એક સ્વીકૃતિ સ્લિપ આપવામાં આવશે. જ્યાં સુધી બાળકનું આધાર કાર્ડ તમારા ઘરે ન આવે ત્યાં સુધી આ સ્લિપ સુરક્ષિત રાખવી પડશે. વાસ્તવમાં, આ સ્લિપમાં એપ્લીકેશન નંબર હોય છે, જેના દ્વારા આધારનું સ્ટેટસ જાણી શકાય છે. સ્લિપ મળ્યા પછી તમારા મોબાઈલ નંબર પર આધાર જનરેશન માટે એક સૂચના પણ આવશે. આ સાથે જ બાળકના આધાર બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થશે. થોડા દિવસો પછી આધાર કાર્ડ પોસ્ટ દ્વારા તમારા ઘરે મોકલવામાં આવશે.

Next Article