Viral Stunt Video: બાઈક સાથે આવો ખતરનાક સ્ટંટ તમે નહીં જોયો હોય !, વીડિયોમાં છોકરાનો કરતબ જોઈ લોકો ચોકી ઉઠ્યા

વાયરલ ક્લિપમાં એક છોકરો ચાલતી બાઇક પર જે કરે છે તે જોઈને તમે ચોક્કસથી દંગ રહી જશો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક સ્ટંટ વીડિયોને જોઈને નેટીઝન્સ પણ દંગ રહી ગયા છે.

Viral Stunt Video: બાઈક સાથે આવો ખતરનાક સ્ટંટ તમે નહીં જોયો હોય !, વીડિયોમાં છોકરાનો કરતબ જોઈ લોકો ચોકી ઉઠ્યા
Viral Stunt Video
| Edited By: | Updated on: Mar 10, 2023 | 3:19 PM

સ્ટંટ સાથે જોડાયેલા એકથી એક ખતરનાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહેતા હોય છે. આમાંથી કેટલાંક તો એટલાં આશ્ચર્યજનક હોય છે કે વીડિયો પરથી લોકો નજર હટાવી નથી શકતા . ત્યારે આવો જ એક બાઇક સ્ટંટનો જબરદસ્ત વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે, જેને જોઈને લોકો કહી રહ્યા છે- ‘ક્યા ખતરનાક સ્ટંટ કિયા હૈ ભાઈ તુને.’

વાયરલ ક્લિપમાં એક છોકરો ચાલતી બાઇક પર જે કરે છે તે જોઈને તમે ચોક્કસથી દંગ રહી જશો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક સ્ટંટ વીડિયોને જોઈને નેટીઝન્સ પણ દંગ રહી ગયા છે. યુવકે બાઇક સાથે એવા કરતબ બતાવ્યા કે લોકો જોતા જ રહી ગયા. જો કે, લોકો એમ પણ કહે છે કે વ્યક્તિએ તેના જીવ સાથે આવી રમત ન રમવી જોઈએ.

અદ્ભૂત સ્ટંટનો વીડિયો વાયરલ

આજના યુવાનોમાં સ્ટંટનો ક્રેઝ ઘણો વધી ગયો છે. કેટલાક એવા સ્ટંટ કરે છે કે જોનારાઓને દાંત નીચે આંગળી દબાવવાની ફરજ પડે છે. હાલમાં એક એવો સ્ટંટ વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકો દંગ રહી ગયા છે. વાયરલ વિડિયોમાં એક છોકરો બાઇક સાથે એવી અદ્ભુત કરતબો બતાવે છે કે પૂછો જ નહીં. વીડિયો જોયા બાદ લોકો આ છોકરાની ટેલેન્ટના વખાણ કરી રહ્યા છે. જો કે, અમે અપીલ કરીએ છીએ કે સેફ્ટી ગિયર વિના આવા કોઈપણ સ્ટંટ ન કરો. કારણ કે, તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

વીડિયો પર યુઝર્સની પ્રતિક્રિયા

છોકરાનો આકર્ષક બાઇક સ્ટંટ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર manjit_roy71_official નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, ‘ભાઈ ને ટૂ ધૂમ ફિલ્મ સ્ટંટ ભી ફેલ થઈ ગઈ.’ સ્ટંટનો આ વીડિયો કેટલો જોરદાર છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અત્યાર સુધીમાં લગભગ 4 લાખ લોકોએ તેને લાઈક કર્યો છે. ટિપ્પણી કરી છે.

એક યુઝરે લખ્યું છે કે, સેફ્ટી ગિયર વગર આવા ખતરનાક સ્ટંટ કરવા યોગ્ય નથી. પરંતુ પ્રતિભા માટે લાઈક કરવામાં આવે છે. જ્યારે અન્ય યુઝર કહે છે, ખતરનાક ભાઈ. અન્ય યુઝરે લખ્યું છે કે, કડક હૈ બોસ. અન્ય યુઝર કહે છે કે, કૃપા કરીને ધૂમ 5માં એન્ટ્રી કરો. એકંદરે, છોકરાએ તેના સ્ટંટથી લોકોને ચોંકાવી દીધા છે.