
વેલેન્ટાઈન ડે વીકની શરૂઆત થઈ ચૂકી છે. પહેલો દિવસ 7 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવ્યો છે અને તેને રોઝ ડે નામ આપવામાં આવ્યું છે. આમ સતત 7 ફેબ્રુઆરીથી લઈને 14 ફેબ્રુઆરી સુધી ઉજવણી કરવામાં આવશે. છેલ્લા દિવસને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે. સોશિયલ મીડિયામાં ખાસ કરીને આ દિવસોને લઈને ઉત્સાહ જોવા મળે છે. લોકો સતત પોસ્ટ, સ્ટેટસ મુકીને પોતે આ દિવસને આવકારી રહ્યાં હોય તેમ એકબીજાને જણાવે છે. અમે તમને જણાવીશું કે આ 7 દિવસમાં ક્યાં દિવસે શું કરીને ઉજવણી કરવામાં આવે છે?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
7 ફેબ્રુઆરીના દિવસે રોઝ ડે મનાવવામાં આવ્યો ત્યારે લોકો એકબીજાને ગુલાબ આપીને પોતાનો પ્રેમભાવ કે મિત્રતાની લાગણી વ્યક્ત કરે છે.
આ પણ વાંચો : Valentine Day Week: જાણો વેલેન્ટાઈન ડે વીકમાં કઈ તારીખે ક્યા દિવસની ઉજવણી કરાશે?
8 ફેબ્રુઆરીના દિવસે પ્રપોઝ ડે નામ આપવામાં આવ્યું છે અને આ દિવસે પ્રપોઝ કરીને પ્રેમને વ્યક્ત કરવામાં આવે છે.
9 ફેબ્રુઆરીના દિવસે ચોકલેટ ડે મનાવવામાં આવે છે અને આ દિવસે મિત્રો, પ્રેમીઓ એકબીજાને ચોકલેટ આપે છે અને જૂની યાદોને વાગોળે છે.
10 ફેબ્રુઆરીના દિવસને ટેડી તરીકે મનાવવામાં આવે છે અને આ દિવસે ક્યુટ ટેડીની ભેટ આપવામાં આવતી હોય છે.
11 ફેબ્રુઆરીના રોજ પ્રોમિસ ડે મનાવવામાં આવે છે. આ દિવસે પોતાના પ્રેમી કે પ્રેમિકાની સાથે કોઈ વાયદો કરવામાં આવે છે.
12 ફેબ્રુઆરીના દિવસને હગ ડે તરીકે મનાવવામાં આવે છે અને આ દિવસે પોતાના પ્રેમી કે પ્રેમિકાને ભેટીને દિલની વાત કહેવામાં આવે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
13 ફેબ્રુઆરીના દિવસે કિસ ડે ઉજવવામાં આવે છે અને પોતાના પાર્ટનરને કિસ કરીને પ્રેમ વ્યક્ત કરવામાં આવે છે.
તસવીર પ્રતિકાત્મક છે.
14 ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઈન ડે મનાવવામાં આવે છે. આ દિવસે લોકો પ્રેમને મહત્વ આપે છે અને પ્રેમના સંદેશો ફેલાવવા આવે છે. આમ આ દિવસ એક અલગ રીતે આખી દુનિયામાં મનાવવામાં આવે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]