Uttarakhand Joshimath Dam News: ઘટના બાદ પાવર પ્રોજેક્ટમાં કામ કરનારા 100થી 150 લોકો ગુમ, રાજ્યના 4 જિલ્લામાં એલર્ટ

|

Feb 07, 2021 | 5:32 PM

Uttarakhand Joshimath Dam News : ઉત્તરાખંડના જોશીમઠમાં ગ્લેશિયર તૂટતા તબાહી મચી ગઈ છે. જિલ્લાના રેણી ગામ પાસે ગ્લેશિયર પડવાથી ડેમ તૂટ્યો છે. ડેમનું પાણી ધૌલીગંગા સહિતની નદીઓમાં પૂર આવ્યું છે. દુર્ઘટનાથી ઋષિગંગા પાવર પ્રોજેક્ટને મોટું નુક્સાન થયું છે.

Uttarakhand Joshimath Dam News : ઉત્તરાખંડના જોશીમઠમાં ગ્લેશિયર તૂટતા તબાહી મચી ગઈ છે. જિલ્લાના રેણી ગામ પાસે ગ્લેશિયર પડવાથી ડેમ તૂટ્યો છે. ડેમનું પાણી ધૌલીગંગા સહિતની નદીઓમાં પૂર આવ્યું છે. દુર્ઘટનાથી ઋષિગંગા પાવર પ્રોજેક્ટને મોટું નુક્સાન થયું છે. ઉત્તરાખંડના મુખ્ય સચિવનું કહેવું છે કે ઘટના બાદ પાવર પ્રોજેક્ટમાં કામ કરનારા 100થી 150 લોકો ગુમ છે. નદીના કિનારે વસેલા ઘણા ગામ પાણીમાં ડૂબી ગયા છે. આસપાસના ગામોને ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. NDRF, SDRFના જવાનો દ્વારા બચાવકાર્ય ચાલી રહ્યું છે. ઋષિ ગંગા સિવાય NTPCના પણ એક પ્રોજેક્ટને નુકસાન પહોંચ્યું છે. તપોવન બંધ, શ્રીનગર ડેમ અને ઋષિકેશ ડેમને પણ નુક્સાન પહોંચ્યું છે.  રાજ્યના 4 જિલ્લામાં એલર્ટ આપી દેવાયું છે.

ITBPની બે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. NDRFની ત્રણ ટીમોને દહેરાદૂનથી રવાના કરવામાં આવી હતી અને એરફોર્સના હેલિકોપ્ટરની મદદથી 3 વધારાની ટીમો સાંજ સુધી ત્યાં પહોંચી જશે. SDRF અને સ્થાનિક વહીવટી તંત્ર પહેલેથી જ સ્થળ પર છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક પણ સ્થળ પર પહોંચી ગયા છે. તમામ પરિસ્થિતિ પર કેન્દ્રીય ગૃહરાજ્યપ્રધાન નિત્યાનંદ રાય નજર રાખી રહ્યા છે..

સમગ્ર ઘટના અંગે રાજ્યના સીએમ રાવતે સૌને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે અને જૂના વીડિયો શેર ન કરવા અપીલ કરી છે.. આ અંગે વડાપ્રધાન મોદી, અમિત શાહ, નીતિશ કુમાર સહિતના દિગ્ગજોએ સંવેદના વ્યક્ત કરી છે.. અને જરૂરી પગલાં માટે સૂચન કર્યું છે..પીએમ મોદીએ સીએમ રાવતને ફોન પર વાતચીત કરીને સમગ્ર પરિસ્થિતિ અંગે માહિતી મેળવી છે..

 

Published On - 2:42 pm, Sun, 7 February 21

Next Video