સ્માર્ટફોનને ચાર્જ કરતા સમયે તમે પણ નથી કરતાને આ ભૂલો, નહીં તો થશે નુકસાન

સ્માર્ટફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ચૂક્યો છે. આખો દિવસ આપણે સ્માર્ટફોનની સાથે પસાર કરીએ છીએ, ત્યારે સ્માર્ટફોનની બેટરી ખુબ મહત્વનની ભૂમિકા નિભાવે છે પણ ખોટી રીતે સ્માર્ટફોનને ચાર્જ કરવાથી બેટરીને મોટુ નુકસાન થાય છે. તેથી બેટરીને ચાર્જ કરતા સમયે આ વાતનું રાખો ખાસ ધ્યાન Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

સ્માર્ટફોનને ચાર્જ કરતા સમયે તમે પણ નથી કરતાને આ ભૂલો, નહીં તો થશે નુકસાન
| Updated on: Dec 12, 2020 | 10:21 PM

સ્માર્ટફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ચૂક્યો છે. આખો દિવસ આપણે સ્માર્ટફોનની સાથે પસાર કરીએ છીએ, ત્યારે સ્માર્ટફોનની બેટરી ખુબ મહત્વનની ભૂમિકા નિભાવે છે પણ ખોટી રીતે સ્માર્ટફોનને ચાર્જ કરવાથી બેટરીને મોટુ નુકસાન થાય છે. તેથી બેટરીને ચાર્જ કરતા સમયે આ વાતનું રાખો ખાસ ધ્યાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1. પુરી રાત ફોનને ચાર્જિગમાં ના લગાવો

ઘણા લોકો ફોનને ચાર્જિગ પર લગાવી છોડી દે છે પણ તેની પાછળ છુપાયેલા ખતરાને જાણતા નથી. ફોનને ચાર્જિગ પર લગાવી છોડવાથી બેટરી ઓવરચાર્જ થઈને ફાટી શકે છે, સાથે જ ફોનના પરફોર્મન્સ પર પણ અસર પડે છે.

 

આ પણ વાંચો: ખેડૂતોએ 14 ડિસેમ્બરે ભૂખ હડતાળ કરવાની કરી જાહેરાત, આવતીકાલથી ‘ચલો દિલ્હી’ માર્ચ શરૂ કરશે

 

2. નકલી ચાર્જરને કહો બાય-બાય

સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે દરેક ફોન માટે કોઈ પણ કંપની હોય કંપનીઓ એક ખાસ ચાર્જર બનાવે છે. ઘણી વખત જોવામાં આવે છે કે લોકો ફોનને ઓરિજનલ ચાર્જરની જગ્યાએ કોઈ પણ ચાર્જરથી ચાર્જ કરી લે છે અને તમે પણ આવું કરો છો તો સાવધાન થઈ જાવ, કારણ કે તેનાથી સ્માર્ટફોનની બેટરી અને ફોન બંનેને નુકસાન પહોંચે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

3. પ્રોટેક્ટિવ કવરને નિકાળી કરો ફોનને ચાર્જ

ફોન મોંઘા હશે તો તેનું પ્રોટેક્શન પણ દમદાર હશે પણ ઘણી વખત જોવા મળે છે કે લોકો પ્રોટેક્ટિવ કેસની સાથે જ ફોનને ચાર્જમાં લગાવી દે છે. જો તમે કવરની સાથે ફોનને ચાર્જમાં લગાવી દો છો તો બેટરી ગરમ થવાની સમસ્યા પણ આવી શકે છે અને બેટર ફાટી પણ શકે છે.

4. પાવર બેન્કથી ચાર્જ કરતા સમયે ફોન ના વાપરો

ઘણી વખત સમય ઓછો હોવાના કારણે લોકો ફોનને ચાર્જ કરવા માટે પાવર બેન્કનો ઉપયોગ કરે છે અને ચાર્જિગ દરમિયાન પણ લોકો ફોનનો ઉપયોગ કરે છે. તમને જણાવી દઈએ કે આ સ્માર્ટફોનના પરફોર્મન્સ, બેટરી અને ડિસ્પ્લેને એક સાથે નુકસાન પહોંચે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો