શું તમે પણ બાળકને જમતી વખતે મોબાઈલ આપો છો? તો બદલી નાંખજો આ આદત

બાળક યોગ્ય રીતે જમી લે તે માટે માતાપિતા સતત પ્રયત્ન કરતા હોય છે અને કોઈપણ ઉપાય અજમાવવાનું છોડતા નથી. તેમનો ઈરાદો સારો હોવા છતાં ઘણીવાર આના કારણે બાળકો કુટેવનો ભોગ બની જતા હોય છે. આવી જ એક કુટેવ છે ફોન આપો તો જ જમવાની. આના કારણે બાળકો સરળતાથી જમી તો લે છે પણ એની સીધી […]

શું તમે પણ બાળકને જમતી વખતે મોબાઈલ આપો છો? તો બદલી નાંખજો આ આદત
| Edited By: | Updated on: Oct 07, 2020 | 7:36 PM

બાળક યોગ્ય રીતે જમી લે તે માટે માતાપિતા સતત પ્રયત્ન કરતા હોય છે અને કોઈપણ ઉપાય અજમાવવાનું છોડતા નથી. તેમનો ઈરાદો સારો હોવા છતાં ઘણીવાર આના કારણે બાળકો કુટેવનો ભોગ બની જતા હોય છે. આવી જ એક કુટેવ છે ફોન આપો તો જ જમવાની. આના કારણે બાળકો સરળતાથી જમી તો લે છે પણ એની સીધી અસર બાળકના સામાજિક અને માનસિક વિકાસ પર પડે છે. બાળક જમતી વખતે તોફાન ન કરે અને સરળતાથી જમી લે એટલે માતાપિતા એની સામે ફોન કે ટેબ્લેટ મૂકી દેતા હોય છે. આ વ્યવસ્થાને કારણે ટૂંકા ગાળાનો ઉકેલ તો મળે છે પણ લાંબા ગાળે બાળકને ડિજિટલ દુનિયાની એવી આદત પડી જાય છે કે તે માણસો સાથે અસહજતા અનુભવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બાળકને જમતી વખતે ફોન આપવાને બદલે એની સાથે સતત વાત કરો. આના કારણે તમે તમારા બાળકની દુનિયા સાથે જોડાણ અનુભવી શકશો. બાળક આ કુટેવનો ભોગ ન બને એ માટે પહેલા માતાપિતાએ પણ પૂરતા પ્રયાસો કરવા જોઈએ. સતત પોતાના ફોન સાથે ચોંટી રહેતા અને ઈમેલની દુનિયામાં મગ્ન રહેતા માતાપિતા બાળકો અને ટીનેજર્સ માટે ખરાબ રોલમોડેલ સાબિત થાય છે. જ્યારે તમારી આસપાસ તમારું બાળક હોય ત્યારે તમારો ફોન દૂર જ રાખો. આના કારણે બાળકને પણ તમે એના માટે ખાસ હોવાનો અહેસાસ થશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો