Saudi Arabia નું એલાન, 60,000 સ્થાનિક લોકો જ આ વર્ષે કરી શકશે હજ

|

Jun 12, 2021 | 7:11 PM

સાઉદી અરેબિયા(Saudi Arabia) એ કહ્યું છે કે કોરોના(Corona)વાયરસ રોગચાળાને લીધે  આ વર્ષે 60 હજારથી વધુ લોકોને હજ(Hajj)ની મંજૂરી આપવામાં આવશે નહીં. આ તમામ લોકો સ્થાનિક હશે.

Saudi Arabia નું એલાન, 60,000 સ્થાનિક લોકો જ આ વર્ષે કરી શકશે હજ
Saudi Arabia નું એલાન, 60,000 સ્થાનિક લોકો જ આ વર્ષે કરી શકશે હજ

Follow us on

સાઉદી અરેબિયા(Saudi Arabia) એ કહ્યું છે કે કોરોના(Corona)વાયરસ રોગચાળાને લીધે  આ વર્ષે 60 હજારથી વધુ લોકોને હજ(Hajj)ની મંજૂરી આપવામાં આવશે નહીં. આ તમામ લોકો સ્થાનિક હશે. સરકાર દ્વારા સંચાલિત સાઉદી પ્રેસ એજન્સીએ  હજ અને ઉમરાહ મંત્રાલયને ટાંકીને એક નિવેદનમાં આ જાહેરાત કરી  છે.

18 થી 65 વર્ષની વય જૂથના લોકો તેમાં ભાગ લઈ શકશે

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે હજ(Hajj)જુલાઈના મધ્યમાં શરૂ થશે. 18 થી 65 વર્ષની વય જૂથના લોકો તેમાં ભાગ લઈ શકશે. મંત્રાલયે કહ્યું કે હજ યાત્રિકો માટે રસી લેવી ફરજિયાત છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સાઉદી અરેબિયા(Saudi Arabia) પુષ્ટિ કરે છે કે યાત્રિકોના સ્વાસ્થ્ય અને સલામતી અને તેમના દેશોની સુરક્ષા અંગે સતત પરામર્શ કર્યા પછી તેણે આ નિર્ણય લીધો છે.”

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સામાન્ય સંજોગોમાં દર વર્ષે લગભગ 20 લાખ મુસ્લિમો હજકરે છે.

ગયા વર્ષે, સાઉદી અરેબિયા(Saudi Arabia)માં પહેલાથી જ રહેતા લગભગ એક હજાર લોકોની પસંદગી હજ માટે કરવામાં આવી હતી. સામાન્ય સંજોગોમાં દર વર્ષે લગભગ 20 લાખ મુસ્લિમો હજ(Hajj)કરે છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ હજ યાત્રાને લઈને ચાલી રહેલી મૂંઝવણ વચ્ચે કહ્યું હતું કે, હજ યાત્રા અંગે સાઉદી અરેબિયા દ્વારા લેવામાં આવેલા નિર્ણય સાથે ભારત રહેશે. તેમણે કહ્યું હતું કે અમે અમારી તમામ તૈયારીઓ કરી લીધી છે. અમે લોકો પાસેથી હજ યાત્રા માટે અરજીઓ પણ મંગાવી લીધી છે.

બહારથી કોઈ વ્યક્તિ હજ કરી શકશે નહીં

સાઉદી અરેબિયાની સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે આ વર્ષે દુનિયાભરના 60 હજાર લોકો હજ કરી શકશે, જેમાંથી 15 હજાર સાઉદી અરેબિયાના નાગરિક હશે અને અન્ય દેશોના ફક્ત 45 હજાર લોકો સાઉદી જઇ શકશે. જો કે હવે સાઉદી સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે આ વખતે પણ બહારથી કોઈ વ્યક્તિ હજ કરી શકશે નહીં.

Published On - 7:08 pm, Sat, 12 June 21

Next Article