રોબર્ટ વાડ્રાની સામે ઈડી તપાસ કરી રહી છે અને સમયાંતરે વાડ્રાને ઓફિસે પણ બોલાવવામાં આવી રહ્યાં છે. રોબર્ટ વાડ્રાએ સ્વાસ્થ્યનું કારણ આપીને વિદેશ ઈલાજ માટે જવાની પરવાનગી માગી હતી તેનો ઈડીએ વિરોધ કર્યો છે.
આ પણ વાંચો: સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ભાજપમાં જોડાવાની અટકળોને લઈને કર્યો આ ખૂલાસો, જુઓ VIDEO
દિલ્હીની એક અદાલતમાં સુનાવણી વખતે રોબર્ટ વાડ્રાને ઈલાજ માટેની અરજીમાં કોર્ટમાં વિરોધ સહન કરવાનો વારો આવ્યો છે. ઈડીએ તેમની અરજીનો વિરોધ કરીને કહ્યું કે તેઓ આ બહાને વિદેશોમાં જે કાળુંધન જમા છે તેને સગેવગે કરી દેશે. રોબર્ટ વાડ્રા વિદેશમાં પોતાના કાળાધનને ઠેકાણે પાડવાની યોજના બનાવી રહ્યાં છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કોર્ટે આ મામલે તાત્કાલિક કોઈ આદેશ આપ્યા વગર જ વધારે સુનાવણી 3 જૂનના રોજ મુલતવી રાખી છે અને ઈડીના વકીલ તરફથી પણ વાડ્રાની આ અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે. વાડ્રાના વકીલ દ્વારા દલીલ કરીને ઈલાજ માટે વિદેશ જવાની પરવાનગી કોર્ટે પાસે માગવામાં આવી હતી પણ તેનો વિરોધ ઈડી દ્વારા કરવામાં આવ્યો હતો. રોબર્ટ વાડ્રાની ઈલાજની અરજીનો ઈડીએ વિરોધ કર્યો અને કહ્યું કે તે દેશ છોડીને ભાગી જશે. તેમની પાસે જે વિદેશોમાં કાળુંનાણું છે તેને યોગ્ય ઠેકાણે પાડી દેશે. આવા સંજોગોમાં કોર્ટે તેમને વિદેશ જવાની પરવાનગી ન આપવી જોઈએ.
વાડ્રાના વકીલ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી કે વાડ્રા હંમેશા તપાસમાં અધિકારીઓને સહયોગ કરે છે. તેઓ લંડનમાં પોતાની માતાનો ઈલાજ કરાવી રહ્યાં અને જ્યારે તેમને ઈડીને કાર્યવાહી વિશે જાણ થઈ ત્યારે તેઓ તરત જ ભારત કોઈપણ સમન્સ વિના આવ્યા. આટલું જ નહીં ઈડીની સામે આ કેસને લઈને ઉપસ્થિત પણ થયા. વાડ્રા પર લંડનમાં 12, બાયંસ્ટન સ્કેવરમાં 19 લાખની સંપત્તિ ખરીદવા અંગે મની લોન્ડ્રીંગ અને ટેક્સ ચોરી માટે અઘોષિત સંસ્થાઓ સ્થાપવાનો આરોપ છે અને તેને જ લઈને તપાસ ચાલી રહી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 2:46 pm, Wed, 29 May 19