BHANVAD નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ, 26 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા યોજાશે

|

Oct 02, 2021 | 10:58 PM

3 ઓક્ટોબરે ભાણવડ સાથે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સહીત સ્થાનિક સ્વરાજની અન્ય પેટાચૂંટણીઓ પણ યોજાનાર છે.

BHANVAD નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ, 26 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા યોજાશે
Bhanvad, Devbhumi Dwarika, Election, Gujarat

Follow us on

BHANVAD : આવતીકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી માટે મતદાન યોજાશે…ત્યારે મતદાન પહેલા તંત્રએ તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે…26 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા યોજાશે…જેમાં કુલ 18 હજાર 300 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે…જ્યારે 146 ચૂંટણી વિભાગના અધિકારીઓ ફરજ પર ખડેપગે રહેશે…તો 206 જેટલા પોલીસ જવાનો કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર નજર રાખશે.

રાજકીય સમીકરણની વાત કરીએ તો,,,ભાણવડ નગરપાલિકાના જંગમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીયો જંગ છે…નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે કુલ 72 ઉમેદવારો મેદાનમાં છે…જેમાંથી ભાજપ અને કોંગ્રેસના 24-24 ઉમેદવારો,,,,જ્યારે આમ આદમી પાર્ટીના 23 ઉમેદવારો મેદાનમાં છે…ત્યારે આવતીકાલના મતદાન અગાઉ તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે…જ્યારે 5મી ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. 3 ઓક્ટોબરે ભાણવડ સાથે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સહીત સ્થાનિક સ્વરાજની અન્ય પેટાચૂંટણીઓ પણ યોજાનાર છે.

ગુજરાતની ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનીઅંતિમ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા ચાલી રહી છે. ચૂંટણી અધિકારીઓ આજે 11 વોર્ડના 284 મતદાન મથકો પર EVM સહિતનું જરૂરી સાહિત્ય પહોંચાડશે. ગાંધીનગરમાં 4 અતિ સંવેદનશીલ, 144 સંવેદનશીલ અને 136 સામાન્ય મતદાન મથક સામેલ છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે 3 ઓકટોબરે રવિવારના રોજ મતદાન યોજાશે. જેમાં સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે. આ મતદાન મથકો પર 1500થી વધુ કર્મચારી, અધિકારી ફરજ પર તૈનાત કરાશે. ગાંધીનગરના 144 સંવેદનશીલ મતદાન મથક પર પોલીસ તંત્રએ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

ગાંધીનગર મનપાની EVM મશીન દ્વારા ચૂંટણી યોજાશે. જેની માટે 315 CU અને 630 BU મશીનનો ઉપયોગ કરાશે.ગાંધીનગર મનપા માટે 284 મતદાન મથકો પર મતદાન યોજાશે.જેમાં જેમા 69 મતદાન મથકો સંવેદનશીલ અને 34 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે.

આ પણ વાંચો :પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નામ લઇ આ નેતાએ જાહેરમાં કર્યો કટાક્ષ, “બધું પતિ ગયું!”

 

 

Published On - 10:40 pm, Sat, 2 October 21

Next Video