Porbandar: હાથી સિમેન્ટ કંપનીમાં બનેલી ઘટનામાં વધુ એક મજૂરનું સારવાર દરમિયાન મોત

|

Aug 14, 2021 | 10:54 AM

અત્યાર સુધી કુલ ચાર મજૂરોના ચીમની રીપેરીંગ દરમિયાન મોત થયા છે

Porbandar: પોરબંદર રાણાવાવની હાથી સિમેન્ટ કંપનીની ચીમની રીપેરીંગ દરમિયાન બનેલી ઘટના વધુ એક મજૂર નું સારવાર દરમિયાન મોત થયું છે. બે દિવસ પહેલા હાથી સિમેન્ટની ચીમનીમા કામ કરતા મજૂરો પ્રાંજ તૂટી પડતા કાટમાળમાં 6 મજૂર ફસાયા હતા. 9 કલાકના રેસ્ક્યુ બાદ ત્રણ મજૂરને જીવિત અને ત્રણ મજૂરને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યા હતા.

ત્રણ ગંભીર મજૂર માંથી બે મજૂરોની હાલત વધુ ખરાબ જણાતા રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ સારવાર દરમિયાન ગત મોડી રાત્રે ધાર્સિંગ રજાકનું મોત થયું હતું. જેમાના હજુ બે મજૂરો એક રાજકોટ એક પોરબંદરમાં સારવાર હેઠળ છે. અત્યાર સુધી કુલ ચાર મજૂરોના ચીમની રીપેરીંગ દરમિયાન મોત થયા છે.

જો ઘટનાની વાત કરવામાં આવે તો હાથી સિમેન્ટની ચીમનિમાં ફસાયેલ લેબરને બહાર કાઢવા 9 કલાક સુધી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાં કોસ્ટગાર્ડ, એન.ડી.આર.એફ અને સ્થાનિક આરોગ્ય વિભાગ સહિત તમામ લોકોએ સાધનોની મદદથી ત્રણ જીવિત અને ત્રણ મૃતદેહ બહાર કઢાયા હતા.

ચીમનીમાં કામ કરતા મજૂરો કાટમાળમાં ફસાયેલ જેને કાઢવા માટે જિલ્લાનું તમામ તંત્ર કામ કરી રહ્યું હતું. જાણકારી મળતાજ આરોગ્ય ટીમ ,108,ફાયર બ્રિગેડ હેલિકોપ્ટર ડ્રોન ની મદદથી ત્રણ ને જીવતા બહાર કાઢ્યા હતા ત્યારે મોડી રાત્રે ત્રણ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Madhya Pradesh: ચૂંટણી પંચની વેબસાઈટ હેક કરીને 10 હજારથી વધુ નકલી મતદાર આઈડી કાર્ડ બનાવાયા, મધ્યપ્રદેશના 4 યુવકોની ધરપકડ

આ પણ વાંચો: Mandi : બનાસકાંઠાના થારા APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 3450 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

 

Published On - 10:32 am, Sat, 14 August 21

Next Video