Porbandar: પ્રાથમિક સુવિધાથી વંચિત 600 લોકોએ HC સમક્ષ ઇચ્છામૃત્યુની કરી માગણી

|

May 05, 2022 | 8:41 PM

Porbandar: પ્રાથમિક સુવિધાથી વંચિત 600 લોકોએ હાઇકોર્ટમાં ઇચ્છામૃત્યુની (euthanasia) માગણી કરી છે. અનેક રજૂઆત બાદ પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા ઇચ્છામૃત્યુની માંગ કરવામાં આવી છે.

Porbandar: પ્રાથમિક સુવિધાથી વંચિત 600 લોકોએ હાઇકોર્ટમાં ઇચ્છામૃત્યુની (euthanasia) માગણી કરી છે. અનેક રજૂઆત બાદ પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા ઇચ્છામૃત્યુની માંગ કરવામાં આવી છે. પોરબંદર ગોસાબારા મુસ્લિમ માછીમાર (Fisherman) સમાજના પ્રમુખે હાઇકોર્ટમાં આ અરજી કરી છે. તમણે કહ્યું કે, પ્રાથમિક સુવિધા મળવી જોઇએ, તે નથી મળતી. સરકાર રાજકીય કિન્નાખોરી રાખી ખાસ સમુદાયના લોકોને સુવિધા ન આપતા હોવાનો અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી પ્રાથમિક સુવિધાઓના અભાવે આર્થિક સ્થિતિ કથળતા ઇચ્છામૃત્યુની માંગ કરી રહ્યા છે.

મહત્વનું છે કે, આ પહેલા પણ પોરબંદરમાં પરીક્ષા પાસ કરી ચુકેલા ઉમેદવારોની ત્રણ વર્ષથી નિમણૂક ન થતાં ઈચ્છામત્યુની માગણી કરી હતી. દાવો છે કે, શારીરિક અને લેખિત પરીક્ષાઓ પાસ કરી ચુકેલા 150 જેટલા ઉમેદવારો છેલ્લા ત્રણ વર્ષથી નોકરી નથી મળી. અનેક વખત સરકારમાં રજૂઆતો છતાં હજુ સુધી તેમને ઓર્ડર નથી મળ્યા જેથી હવે ઉમેદવારોએ આંદોલનો માર્ગ અપનાવ્યો છે. ગીર બરડા, આલેચના યુવાનો અનુસૂચિત જન જાતિમાં સમાવિષ્ટ છે. વિવિધ ભરતીમાં તેઓ મહેનત કરી પાસ થયા. જો કે, હજુ સુધી હાથમાં ઓર્ડર ન મળતા યુવાનો મુંઝાયા છે. કેટલાક ઉમેદવારો એવા છે જેમના પર જ પરિવારનું ગુજરાન ચાલી રહ્યું છે. નોકરીના અભાવે તેમના પરિવારજનોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. તો ત્રણ વર્ષથી અનેક રજૂઆત બાદ હવે ઉમેદવારોની ધીરજ પણ ખુટી છે જેથી હવે ઓર્ડર ન મળે ત્યાં સુધી ઉમેદવારો લડી લેવાના મૂડમાં છે.

Published On - 8:24 pm, Thu, 5 May 22

Next Video