PM MODI LIVE-આસામનાં તેજપુરમાં દિક્ષાંત સમારંભમાં સામેલ થયા વડાપ્રધાન મોદી

|

Jan 22, 2021 | 11:22 AM

PM MODI LIVE- વડાપ્રધાન મોદી આજે આસામનાં તેજપુર ખાતે દિક્ષાંત સમારંભમાં સામેલ થશે. તેજપુરનાં વિદ્યાર્થીઓ સાથે તે સંવાદ કરશે.

PM MODI LIVE-આસામનાં તેજપુરમાં દિક્ષાંત સમારંભમાં સામેલ થયા વડાપ્રધાન મોદી

Follow us on

PM MODI LIVE- વડાપ્રધાન મોદી આજે આસામનાં તેજપુર ખાતે દિક્ષાંત સમારંભમાં સામેલ થયા. તેજપુરનાં વિદ્યાર્થીઓ સાથે તેમણે સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓના  ભવિષ્ય પર તેમને પુરો ભરોસો છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Jan 2021 11:22 AM (IST)

    PM MODI LIVE- પોઝીટીવ માઈન્ડ સેટ જીત માટે જવાબદાર, કોરોનામાં ઝડપથી ફેંસલા લેવાયા

    વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કોરોનાકાળમાં સૌથી વધારે ઝડપથી ફેંસલા લેવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકો પર ભરોસો મુક્યો તો તેનું પરિણામ જોવા મળ્યું

  • 22 Jan 2021 11:19 AM (IST)

    PM MODI LIVE- ઈજા થયા બાદ પણ ભારતની ક્રિકેટ ટીમ મેદાનમાં રમતી રહી, ક્ષમતાએ અપાવી જીત

    તેજપુરનાં વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં તેમણે ભારતની ક્રિકેટ ટીમના તાજેતરનાં વિજયનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ખેલાડી ઈજાગ્રસ્ત થયા બાદ પણ અનુભવી ખેલાડીઓને લઈને ટીમને જીત મળી છે. એટલે કે અનુભવ ઓછો હતો પણ ક્ષમતાને લઈ જીત મળી


  • 22 Jan 2021 11:14 AM (IST)

    આસામનો વિકાસ દેશનાં વિકાસનો ઉદ્ઘોષક બની રહેશે, તેજપુરનાં વિદ્યાર્થીઓ પર દેશનો ભરોસો

    વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે પૂર્વનાં ભારતનાં સામર્થ્ય પર તેમને ભરોસો છે. તેજપુરમાં કચરામાંથી કંચન બનાવવાનું કામ થયું છે. સંશોધનથી સમસ્યાનું સમાધાન કરવાનું છે

  • 22 Jan 2021 11:11 AM (IST)

    PM MODI LIVE- તેજપુરનાં વિદ્યાર્થીઓ લોકલ ફોર વોકલને પ્રોત્સાહન પુરૂ પાડશે

    વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે નોર્થ ઈસ્ટનાં વિકાસને એક સ્તર પર લઈ જવો છે. સરકારનાં પ્રયાસોનો પુરેપુરો લાભ ઉઠાવવામાં આવે.નવા ભારત અને આત્મનિર્ભર ભારત માટે જીવવાનું છે

  • 22 Jan 2021 11:07 AM (IST)

    PM MODI LIVE- તેજપુરનો ઈતિહાસ પ્રેરણાદાયી, નવા આત્મનિર્ભર ભારત તરીકે જીવવાનું છે

    વડાપ્રધાન મોદીએ તેજપુરનાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે તેજપુરનાં આ વિદ્યાર્થીઓ દેશની પ્રગતિમાં મહત્વનો ફાળો આપશે. તેજપુરની ઓળખ લોકલ ફોર વોકલ માટે તાકાત પુરી પાડશે

  • 22 Jan 2021 11:04 AM (IST)

    PM MODI LIVE- વિદ્યાર્થીઓએ જે શિખ્યું છે તે તેનાથી દેશની પ્રગતિ

    વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ જેટલા ખુશ તેટલો જ હું પણ ખુશ છું. વિદ્યાર્થીઓનાં ભવિષ્ય પર મને પુરો વિશ્વાસ છે. તેજપુરનાં વિદ્યાર્થીઓથી આસામ અને પૂર્વ ભારતનો વિકાસ થશે.

Published On - 11:22 am, Fri, 22 January 21