TAPI : વેદાંતા ગ્રુપની હિન્દુસ્તાન ઝીંક પ્રોજેકટ વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ

|

Jul 19, 2021 | 1:34 PM

વેદાંતા ગ્રુપની હિન્દુસ્તાન ઝીંક પ્રોજેકટનો તાપી જિલ્લામાં પહેલાથી જ સ્થાનિક સહિત આદિવાસી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગત દિવસોમાં ઝીંક કંપનીની લોક સુનાવણી દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું

TAPI : તાપી જિલ્લાના ડોસવાડા (Doswada) ખાતે વેદાંતા ગ્રુપની હિન્દુસ્તાન ઝીંક પ્રોજેક્ટ (Vedanta Group’s Hindustan Zinc project) મામલે વિરોધનો વંટોળ હવે હાઈકોર્ટ સુધી પહોચ્યો છે. વેદાંતા ગ્રુપની હિન્દુસ્તાન ઝીંક પ્રોજેકટ વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) માં PIL દાખલ કરવામાં આવી છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP) ના નેતા અને આદિવાસી ધારાસભ્ય છોટુ વસાવા (MLA Chhotu Vasava) દ્વારા આ PIL દાખલ કરવામાં આવી છે. છોટુ વસાવાએ ચીમકી ઉચ્ચારી છે કે આદિવાસી વિસ્તારમાં પર્યાવરણ અને ખેડૂતનો વિનાશ કરનારા કંપની નહીં ચાલે. વેદાંતા ગ્રુપની હિન્દુસ્તાન ઝીંક પ્રોજેકટનો તાપી જિલ્લામાં પહેલાથી જ સ્થાનિક સહિત આદિવાસી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગત દિવસોમાં ઝીંક કંપનીની લોક સુનાવણી દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું

Next Video