
અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રક્રિયા શરૂ કરવાની લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ જાહેરાત કરી છે. તેમણે જસ્ટિસ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. આ સમિતિ જસ્ટિસ વર્માના કેસની તપાસ કરશે અને લોકસભામાં રિપોર્ટ રજૂ કરશે. આ સમિતિમાં ત્રણ લોકોને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરવિંદ કુમાર, મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ મનિન્દર મોહન શ્રીવાસ્તવ અને કર્ણાટક હાઈકોર્ટના સિનિયર એડવોકેટ બી.વી. આચાર્યનો સમાવેશ થાય છે.
સ્પીકર ઓમ બિરલાએ જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ શરૂ કરવાની જાહેરાત કરી છે. સ્પીકરની આ જાહેરાત પછી, લોકસભામાં સૂચિબદ્ધ કામકાજ ચાલી રહ્યું છે. આ દરમિયાન, વિપક્ષી સભ્યોએ બિહાર મતદાર યાદી સુધારણાના મુદ્દા પર વેલમાં આવીને હંગામો શરૂ કર્યો છે. ભારે હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી ચાલી રહી છે.
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ ચલાવવા માટે 146 સાંસદો દ્વારા સહી કરાયેલ પ્રસ્તાવ સ્વીકાર્યો. સ્પીકર ઓમ બિરલાએ હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ માટે 3 સભ્યોની પેનલની જાહેરાત કરી છે.
માહિતી આપતાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું, “સમિતિના સભ્યોમાં સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ અરવિંદ કુમાર, મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મનિન્દર મોહન શ્રીવાસ્તવ અને કર્ણાટક હાઈકોર્ટના સિનિયર એડવોકેટ બી.વી. આચાર્યનો સમાવેશ થાય છે. સમિતિ શક્ય તેટલી વહેલી તકે પોતાનો રિપોર્ટ રજૂ કરશે. તપાસ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ પ્રસ્તાવ પેન્ડિંગ રહેશે.”
તમને જણાવી દઈએ કે 14 માર્ચે નવી દિલ્હીમાં જસ્ટિસ વર્માના નિવાસસ્થાનની બહાર બળી ગયેલી નોટો મળી આવતા આ વિવાદ શરૂ થયો હતો. આ ઘટનાએ ન્યાયિક વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ પછી, જસ્ટિસ વર્માને દિલ્હી હાઈકોર્ટથી અલ્હાબાદ હાઈકોર્ટ મોકલવામાં આવ્યા હતા.
Published On - 12:48 pm, Tue, 12 August 25