મુંબઈ ડાન્સ બારમાં પકડાયેલા 47 આરોપીને જામીન પર છોડવા માટે કોર્ટે રાખી આ અનોખી શરત

મુંબઈના ડાન્સ બારમાં પકડાયેલા 47 આરોપીના જામીન માટે 1 સિટી કોર્ટે ખુબ પ્રશંસનીય શરત રાખી છે. તે શરત મુજબ જામીન માટે બધા જ આરોપીઓને બદલાપુરમાં દરેક અનાથ બાળકને 3 હજાર રૂપિયાનું દાન આપવું પડશે. પોલીસે હાજીઅલીની નજીક ઈન્ડિયાના રેસ્ટોરન્ટ એન્ડ બારમાં છાપેમારી કરી હતી. આ રેસ્ટોરન્ટનું લાઈસન્સ ગયા વર્ષે રદ કરવામાં આવ્યું હતું. છાપેમારી દરમિયાન […]

મુંબઈ ડાન્સ બારમાં પકડાયેલા 47 આરોપીને જામીન પર છોડવા માટે કોર્ટે રાખી આ અનોખી શરત
| Updated on: Mar 25, 2019 | 8:57 AM

મુંબઈના ડાન્સ બારમાં પકડાયેલા 47 આરોપીના જામીન માટે 1 સિટી કોર્ટે ખુબ પ્રશંસનીય શરત રાખી છે. તે શરત મુજબ જામીન માટે બધા જ આરોપીઓને બદલાપુરમાં દરેક અનાથ બાળકને 3 હજાર રૂપિયાનું દાન આપવું પડશે.

પોલીસે હાજીઅલીની નજીક ઈન્ડિયાના રેસ્ટોરન્ટ એન્ડ બારમાં છાપેમારી કરી હતી. આ રેસ્ટોરન્ટનું લાઈસન્સ ગયા વર્ષે રદ કરવામાં આવ્યું હતું. છાપેમારી દરમિયાન આરોપીઓ બારમાં જ હાજર હતા. પોલીસની છાપેમારી દરમિયાન 8 બાર ડાન્સર આરોપીઓની નજીક હતી અને ઈશારા કરીને ગીત ગાઈ રહી હતી. ત્યારે ગ્રાહકો તેમની પર પૈસા ઉછાડી રહ્યા હતા.

TV9 Gujarati

 

એવું પહેલીવાર થયું હશે કે જ્યારે મેજિસ્ટ્રેટ કોર્ટે આવો કોઈ આદેશ આપ્યો હશે. બધા જ આરોપીઓને પોલીસ સ્ટેશનમાં 1.41 લાખ રૂપિયા દંડ ભરવા માટે કહ્યું હતું અને તે બધી રકમ બદલાપુર સ્થિત સત્કર્મ બાળક આશ્રમના બાળકોને દાન કરવામાં આવશે.

આરોપીઓના 6 વકીલએ મેજિસ્ટ્રેટ સબીના મલિકની સામે અપીલ કરી હતી કે તેમના પક્ષકારોને રોકડ બોન્ડ પર છોડી શકાય છે પણ મેજિસ્ટ્રેટે તેનો સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. તેમને કહ્યું કે ડાન્સ બારમાં પૈસા ઉછાડતા આરોપીઓ તેમના પરીવારને બરબાદ કરી દે છે. તેમને કહ્યું કે આરોપીઓને આર્થર રોડ જેલમાંથી ત્યારે છોડવામાં આવશે, જ્યારે તે પૈસા દાન કરશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]