લેટેસ્ટ ટ્રેન્ડમાં આવી છે સ્ટેટમેન્ટ ઈયરરિંગ્સ, જાણો શું છે નવી સ્ટાઈલ

|

Oct 19, 2020 | 7:52 PM

ગાઉન હોય કે સાડી, જવેલરીથી તે શોભી ઉઠે છે. ફેશન વર્લ્ડમાં ધ્યાન ખેંચતા ઈયરિંગ, નેકલેસ અને રિંગ્સને સ્ટેટમેન્ટ જવેલરી કહેવાય છે. અને હાલ સ્ટેટમેન્ટ ઈયરરિંગ સૌથી વધુ ટ્રેન્ડમાં છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં વિદ્યાર્થીઓની વધી […]

લેટેસ્ટ ટ્રેન્ડમાં આવી છે સ્ટેટમેન્ટ ઈયરરિંગ્સ, જાણો શું છે નવી સ્ટાઈલ

Follow us on

ગાઉન હોય કે સાડી, જવેલરીથી તે શોભી ઉઠે છે. ફેશન વર્લ્ડમાં ધ્યાન ખેંચતા ઈયરિંગ, નેકલેસ અને રિંગ્સને સ્ટેટમેન્ટ જવેલરી કહેવાય છે. અને હાલ સ્ટેટમેન્ટ ઈયરરિંગ સૌથી વધુ ટ્રેન્ડમાં છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

શોલ્ડર લેંથ ઈયરરિંગ:

સ્ટડ્સને બદલે શોલ્ડર લેંથ એટલે કે ખભા સુધી લટકતી ઈયર રિંગ પસંદ કરો. મોતી અને મોટા કિંમતી જેમસ્ટોનની બ્રાઈટ ઈયર રિંગ તમને હટકે લુક આપશે. લગ્ન કે ટ્રેડિશનલ પ્રસંગે જેટલી લાંબી ઈયર રિંગ એટલી જ સુંદર લાગશે.

હુપ્સ :

90 ના દાયકાની ફેશન હુપ્સ ફરી ફેશનમાં છે. જો તમારી પાસે વર્ષો પહેલાની બંગડી આકારની ઈયર રિંગ કબાટમાં હોય તો તેને ફરી કાઢવાનો સમય થઈ ગયો છે. ઈવનિંગ ડાન્સ પાર્ટીમાં મેચિંગ ડ્રેસ સાથે તે શોભશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

મોતી :

પાણીનું આ રત્ન હંમેશા ઈન ટ્રેન્ડ જ હોય છે. આપણે જ્યારે મોતીનો વિચાર કરીએ તો સફેદ મોતી જ મગજમાં આવે છે પણ લુકને ક્લાસી બનાવવા હવે ઈમિટેશનમાં ઘણા કલરફુલ મોતી પણ મળી આવે છે. ફોર્મલ પ્રસંગમાં તે બહુ શોભે છે.

મિસ મેચ ઈયર રિંગ:

ક્યારેક ભૂલમાં બે કાનમાં અલગઅલગ ઈયર રિંગ પહેરી હોય તો પહેલા ક્ષોભ અનુભવતા હતા પણ હવે આ ફેશન બની ગઈ છે. બે જુદા જુદા કલર કે ડિઝાઈનની ઈયર રિંગ પહેરીને તમે સ્ટેટમેન્ટ આઇકોન બની શકો છો.

કોઇન્સ એન્ડ ચેઇન:

80ના દાયકાની આ ફેશન ફરી ટ્રેન્ડમાં છે. તમે લાંબી ચેઈન લિંક સાથે કોઈન બ્રેસલેટ પહેરી શકો છો. પાન, છીપલા, સિંગલ પીંછું કે કલરફુલ પીંછાની ઈયર રિંગ તમને નેચરલ લુક આપશે.

જ્યારે સ્ટેટમેન્ટ ઈયરિંગ પહેરો ત્યારે આઉટફિટ બહુ ભારે ન પહેરો. તમારો આશય તમારા ઈયર રિંગ પર ધ્યાન ખેંચવાનો જ હોવો જોઈએ. આ સ્ટેટમેન્ટ ઈયર રિંગ તમારા ચહેરા ફિચર્સને ઉભારતી હોવી જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article