સુધરે એ નેતાઓ નહી, કોરોનાની ઐસી કી તૈસી કરી, ધારાસભ્ય શશીકાંત પંડ્યા વાજતે ગાજતે જનમેદનીને લઈ ખાતમૂહુર્ત કરવા પહોચ્યા, ગાયીકા કિંજલ દવે બહાદુરીની સેલ્ફી લેતી જોવા મળી, 1000 રૂપિયાનો દંડ વસૂલતી પોલીસ હવે શું કરશે?

|

Oct 03, 2020 | 4:51 PM

હાઇકોર્ટ ભલેને ટકોર કરે, પણ સુધરે એ નેતાઓ નહીં. કહેવાતા પ્રજાના પ્રતિનિધિ પ્રજા માટે કેટલા બેદરકાર છે, તે બનાસકાંઠાના ડીસાના ડેડોલ ગામની આ ભીડ જોઇને સમજાઇ જશે. રોડના ખાતમુર્હૂતમાં ધારાસભ્ય શશીકાંત પંડ્યા વાજતે ગાજતે આ ભીડને લઇને ગયા અને ત્યાં ગાયિકા કિંજલ દવે પણ ઉપસ્થિત હતા. લોકલાડીલા ધારાસભ્ય કોરોનાકાળમાં કે જ્યાં લગ્નમાં પણ 50 લોકોને […]

સુધરે એ નેતાઓ નહી, કોરોનાની ઐસી કી તૈસી કરી, ધારાસભ્ય શશીકાંત પંડ્યા વાજતે ગાજતે જનમેદનીને લઈ ખાતમૂહુર્ત કરવા પહોચ્યા, ગાયીકા કિંજલ દવે બહાદુરીની સેલ્ફી લેતી જોવા મળી, 1000 રૂપિયાનો દંડ વસૂલતી પોલીસ હવે શું કરશે?

Follow us on

હાઇકોર્ટ ભલેને ટકોર કરે, પણ સુધરે એ નેતાઓ નહીં. કહેવાતા પ્રજાના પ્રતિનિધિ પ્રજા માટે કેટલા બેદરકાર છે, તે બનાસકાંઠાના ડીસાના ડેડોલ ગામની આ ભીડ જોઇને સમજાઇ જશે. રોડના ખાતમુર્હૂતમાં ધારાસભ્ય શશીકાંત પંડ્યા વાજતે ગાજતે આ ભીડને લઇને ગયા અને ત્યાં ગાયિકા કિંજલ દવે પણ ઉપસ્થિત હતા. લોકલાડીલા ધારાસભ્ય કોરોનાકાળમાં કે જ્યાં લગ્નમાં પણ 50 લોકોને અને અંતિમ સંસ્કારમાં 20 લોકોને જ છૂટ છે, તે કોરોનાકાળમાં ભારે જનમેદની લઇને ખાતમુર્હૂત કરવા પહોંચ્યા અને ઓછું પડતું હોય તેમ સાથે ગાયિકા કિંજલ દવેને પણ લઇ આવ્યા તો અડધી જનમેદની તો કિંજલ દવેને જોવા આવી પહોંચી અને પછી શરૂ થયું સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગનું જીવંત પ્રસારણ કિંજલ દવે તો ઘોડા પર બેસી ધારાસભ્ય સાથે સેલ્ફી લેતી પણ નજરે ચઢી જો કોઇ સામાન્ય અને ગરીબ માણસ નિયમોનો ભંગ કરે તો, ધરાર બળજબરી કરી 1000 રૂપિયાનો દંડ વસૂલતી પોલીસ અત્યારે શું કરી રહી છે? બનાસકાંઠામાં હવે કોરોના વકરશે તો કહેવાતા આ લોકપ્રતિનિધિ શું મોઢું દેખાડશે?

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 4:50 pm, Sat, 3 October 20

Next Article